ચીનમાં હવે ‘બ્રુસેલોસિસ’ બીમારીનો કહેર, ઘણા રાજ્યોમાં હજારો લોકો સંક્રમિત

 

પેઇચિંગઃ ચીનમાં કોરોના વાઇરસ બાદ હવે ‘બ્રુસેલોસિસ’ નામના બેક્ટેરિયાથી સંક્રમણનો ખતરો વધી રહ્યો છે. ચીનના ઘણા રાજ્યોમાં આ બેક્ટેરિયાથી સંક્રમિત લોકોની સંખ્યા સતત વધી રહી છે. ચીની અધિકારીઓ અનુસાર, આ બીમારીનો પ્રથમ કેસ પાછલા વર્ષે જુલાઈમાં એક બાયોફાર્માસ્યુટિકલ કંપનીમાં લિકેજ બાદ સામે આવ્યો હતો. પાછલા મહિને ગાંસુ પ્રાંતની રાજધાની લોન્ચોના સ્વાસ્થ્ય આયોગે જણાવ્યું હતું કે, અત્યાર સુધી ૩,૨૪૫ લોકો આ બેક્ટેરિયાથી સંક્રમિત થઈ ચુક્યા છે. 

હાલના દિવસોમાં ચીનના ગાંસુ પ્રાંત, શાક્સની પ્રાંત અને ઇનર મંગોલિયામાં બેક્ટેરિયલ બ્રુસેલોસિસના ઘણા મામલાની પુષ્ટિ થઈ છે. નિષ્ણાતો અનુસાર, આ રોગ કેટલાક સપ્તાહ, મહિના કે વર્ષો સુધી રહી શકે છે. આ બીમારીથી સંક્રમિત દર્દીઓને પરસેવાની સાથે સાંધા અને સ્નાયુઓમાં દુખાવો થાય છે. સપ્ટેમ્બરની શરૂઆતમાં ચીની મીડિયાએ જણાવ્યું હતું કે ઉત્તર-પશ્ચિમી ચીનની સૌથી મોટી બાળકોની હોસ્પિટલમાં પાંચ બાળકો આ બીમારીથી સંક્રમિત થયા હતા. 

બ્રુસેલોસિસ એક જેનેટિક રોગ છે જે પશુઓ અને કુતરાઓ સહિતના જાનવરોને પ્રભાવિત કરે છે. જો તેના સીધા સંપર્કમાં વ્યક્તિ આવે છે તો તે બેક્ટેરિયા તેમને સંક્રમિત કરી શકે છે. આ બીમારી સંક્રમિત પશુનું દૂધ પીવા કે મીટ ખાવાથી મનુષ્યોમાં ફેલાય છે. આ બીમારીથી ગ્રસિત થનાર વ્યક્તિને ઠંડી લાગીને તાવ આવે છે. ખુબ વધુ નબળાઇ અને થાકને કારણે દર્દીને અચાનક ચક્કર આવે છે અને બેભાન થઈ જાય છે. 

અમેરિકાના સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન  (CDC) પ્રમાણે ઇન્ફેક્શન થવા પર કેટલાક લક્ષણ લાંબા સમય સુધી રહી શકે છે, જ્યારે કેટલાક એવા પણ હોઈ શકે છે જે સંપૂર્ણ રીતે ન જાય, જેમ કે આર્થરાઇટિસ કે કોઈ અંગમાં સોજો. ચીની પ્રશાસને જાણ્યું કે બાયોફાર્માસ્યુટિકલ્સ પ્લાન્ટે એક્સપાયર થઈ ચુકેલા ડિસઇન્ફેક્ટેન્ટનો ઉપયોગ કર્યો હતો. અહીં Brucell વેક્સિન બનાવવામાં આવી રહી હતી. તેના કારણે ફેક્ટરીના એગ્જોસ્ટથી બેક્ટેરિયા સારી રીતે સાફ ન થયા હતા