ચીનમાં હજારો લોકોને અપાઈ રહી છે Unproven  કોરોનાની રસી, લોકોના જીવ જોખમમાં

 

ન્યુ યોર્કઃ ચીનની ક્રૂરતા અને બેદરકારી ફરી એકવાર સામે આવી છે. ચીનમાં મોટા પાયે લોકોને કોરોના વેક્સિન લગાવવામાં આવી રહી છે. એવી રસી કે જેને હજુ સુધી સુરક્ષિત જાહેર કરાઈ નથી. એટલે કે કમ્યુનિસ્ટ સરકાર જાણી જોઈને લોકોના જીવ સાથે રમત રમી રહી છે. 

સરકારી કંપનીઓના અધિકારીઓ-કર્મચારીઓ, શ્રમિકો, વેક્સિન કંપનીના કર્મીઓ, શિક્ષક, સુપરમાર્કેટ, સ્ટાફ અને જોખમભર્યા ક્ષેત્રોમાં મુસાફરી કરનારાઓને આ રસી આપવામાં આવી રહી છે. સૌથી વધુ ચોંકાવનારી વાત એ છે કે ચીનની આ કોરોના રસીને વૈશ્વિક સ્તરે હજુ સુધી પ્રમાણિત કરવામાં આવી નથી. આમ છતાં હજારો લોકોને રસી અપાઈ રહી છે. 

ન્યુ યોર્ક ટાઈમ્સના રિપોર્ટ મુજબ ચીની અધિકારીઓએ મોટા પાયે લોકોને રસી આપવાની યોજના તૈયાર કરી છે. ઓસ્ટ્રેલિયાના મર્ડોક ચિલ્ડ્રન્સ રિસર્ચ ઈનિ્સ્ટટ્યૂટના બાળ રોગ વિશેષજ્ઞ ડો. કિમ મુલહોલેન્ડે કહ્યું કે આ ખુબ જ જોખમી હોઈ શકે છે. મને ચીની કર્મચારીઓની ચિંતા છે. જે અનિચ્છા હોવા છતાં ના પાડી શકતા નથી. 

કંપનીઓએ વેક્સિન લેનારા લોકો પાસેથી એક ગેરકાયદેસર સમજૂતિ પર હસ્તાક્ષર કરવાનું પણ કહ્યું છે. જેથી કરીને તેમને મીડિયા સાથે વેક્સિન પર વાત કરતા રોકી શકાય. એ પણ સ્પષ્ટ નથી કે ચીનમાં કેટલા લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. જો કે ચીની કંપની સિનોફાર્માએ કહ્યું કે હજારો લોકોએ રસીના ઈન્જેક્શન લીધા છે. બેઈજિંગસ્થિત કંપની સિનોવેકના જણાવ્યાં મુજબ બેઈજિંગમાં ૧૦,૦૦૦થી વધુ લોકોને આ રસીના ઈન્જેક્શન આપવામાં આવ્યા છે. કંપની તરફથી એવો દાવો પણ કરાયો છે કે તેના લગભગ ૩૦૦૦ કર્મચારીઓ અને તેમના પરિવારને પણ વેક્સિનના શોટ અપાયા છે. 

ઈન્ટરનેશનલ વેક્સિન ઈનિ્સ્ટટ્યૂટના પ્રમુખ જેરોમ કિમે ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે અપ્રામાણિત રસીઓથી ભારે નુકસાન થઈ શકે તેવી આડઅસર થઈ શકે છે. લોકોએ અનેક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. એમ પણ ન કહી શકાય કે તેનાથી કોરોના મટી જશે.