ચીનમાં વધુ એક વાઇરસનો પ્રકોપ, આખી દુનિયાના હોશ ઉડ્યા, અનેકનાં મોત

 

બેઈજિંગઃ કોરોના સંકટ વચ્ચે ચીનથી આવેલા એક સમાચારે આખી દુનિયાને ફરીથી ડરાવી દીધી છે. ચીનમાં વધુ એક ચેપી રોગ ફેલાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં આ બીમારીથી સાત લોકોનાં મોત થઈ ચૂક્યા છે. જ્યારે ૬૦થી વધુ લોકો તેનાથી સંક્રમિત થયા છે. 

ચીનના સરકારી મીડિયાએ બુધવારે આ જાણકારી આપી. આ બીમારી એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાવવાની આશંકાને જોતા ચીનમાં એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. આમ તો પૂર્વ ચીનના જિઆંગ્સુ પ્રાંતમાં આ વર્ષના પહેલા ૬ માસના ગાળામાં ૩૭થી વધુ લોકો લ્જ્વ્લ્ વાઇરસના સંપર્કમાં આવ્યાં હતાં. ત્યારબાદ ૨૩ લોકો પૂર્વ ચીનના અનહુઈ પ્રાંતમાં સંક્રમિત જોવા મળ્યાં અને હવે આ આંકડો વધી રહ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ વાઇરસથી પીડિત એક મહિલાને પહેલા તાવ, ઉધરસ જેવા લક્ષણો જોવા મળ્યા અને ત્યારબાદ ડોક્ટરની તપાસમાં જાણવા મળ્યું કે તેના શરીરમાં લ્યૂકોસાઈટ છે અને પ્લેટલેટ ઓછી થઈ છે. જો કે એક મહિનો સારવાર થયા બાદ મહિલાને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ. સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે કહ્યું કે વાઇરસના કારણે અત્યાર સુધીમાં અનહુઈ અને પૂર્વ ચીનના ઝેજિયાંગ પ્રાંતમાં ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા છે.