ચીનમાં રજૂ થશે ઈરફાન ખાનની ફિલ્મ હિન્દી મિડિયમ

0
1041

બોલીવુડની ફિલ્મો ચીનમાં ખૂબ જ લોકપ્રિયતા મેળવે છે અને ટિકિટબારી પર સારી એવી કમાણી કરે છે. આમિર ખાનની ફિલ્મ થ્રી ઈડિયટસ ને ચીનના પ્રેક્ષકોની ખૂબ પ્રશંસા મળી હતી. ઓલ ઈઝ વેલ ગીત યુવા વર્ગમાં બહુ પોપ્યુલર થયું હતું. એજ રીતે આમિર ખાને પ્રોડયુસ કરેલી સિક્રેટ સુપર સ્ટાર પણ ચીનમાં વખણાઈ હતી. આ બધાથી પ્રેરાઈને સલમાન ખાને પણ એમની ફિલ્મ ટાઈગર જિંદા હૈ ચીનમાં પ્રદર્શિત કરીને પહેલા સપ્તાહમાં જ 70-80 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જાણીતા અતિ પ્રતિભાશાળી કલાકાર ઈરફાન ખાન નિર્મિત- અભિનિત ફિલ્મ હિન્દી મિડિયમમાં આજકાલ ભારતમાં અગ્રેજી મિડિયમની કેવી બોલબોલા છે અને હિન્દી મિડિયમની શાળા અને તેમાં ભણનારા વિદ્યાર્થીઓની કેવી હાલત છે- તે વાત ખૂબ જ સરસ અને ભાવવાહી રીતે પેશ કરવામાં આવી છે. ચીનના પ્રેક્ષકોને આ વિષય જરૂર સ્પર્શી જશે…!