ચીનમાં કરોના વાયરસ સતત પ્રસરી રહ્યો છેઃ ભારતના 25 વિદ્યાર્થીઓ વાયરા ભય હેઠળ ફસાઈ ગયા છે.

0
1567

ચીનમાં કરોના વાયરસ હાહાકાર વર્તાની રહ્યો છે. ચીનના લોકોમાં ચિંતા પ્રસરી છે. ભારતના આશરે 25 વિદ્યાર્થીઓ ચીનમાં સપડાયા છે. ચીનના વુહાન સહેરમાંથી શરૂ થયેલા વાયરા ચેપને કારણે ચીનના લોકોમાં ભય વ્યાપી ગયો છે. ભારત માટે આનંદની વાત એ છેકે આપણાદેશના   એક પણ નાગરિક હજી સુધી કરોના વાયરા ઝપાટામાં આવ્યો નથી. ચીનમાં વાયરસગ્રસ્ત લોકોની સંખ્યા વધતી જાય છે. વુહાનમાં અટવાઈ પડેલા 25 વિદ્યાર્થીઓ મૂળ કેરળના છે. ચીનના વુહાન શહેરથી શરૂ થયેલા આવાૈયરી અસર સમગ્ર દુનિયામાં થઈ રહી હોવાનું જણાવવામાં આવ્યું હતું. ચીન સ્થિત  ભારતીય દૂતાવાસ દ્વારા હેલ્પલાઈન નંબર જારી કરવામાં આવ્યા છે. ચીનના પ્રવાસથી પરત ફરી રહેલા ભારતીયોની દેશના જુદા જુદા એરપોર્ટ પર ચકાસણી કરવામાં આવી રહી છે. સાઉદી અરબમાં આશરે 100 જેટલી ભારતીય નર્સોની ચરકાસણી કરવામાં આવી રહી છે. વિયેટનામ અને સિંગાપોરમાં વાયરસની અસર દેખાઈ રહી છે. ચીનમાં આ વાયરસનો ભોગ બનેલા લોકોની સંખ્યા બહુ જ વધારે છે. એ વાત ચિંતાજનક છે. 

 અમેરિકાના નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ હેલ્થના અધિકારીઓએ જણાવ્યું હતું કે્, કરોનાવાયરસને કારણે વાયરલ ન્યુ મોનિયાનો ચેપ પ્રસરી રહ્યો છે. આ બિમારી સામે લડવા માટે નવી વેકસીનતૈયાર કરવામાં આવી રહી છે. ત્રણ જ મહિનાના સમયગાળામાં આ વેકસીનનું માનવ – પરીક્ષણ કરવામાં આવશે.