ચીનમાં ઉઇગર મુસલમાન કોમ પર અત્યાચાર કરનારા લોકોમાં શામેલ ચીનની  28 જેટલી સંસ્થાઓને અમેરિકાએ બ્લેક લિસ્ટમાં શામેલ કરી…

0
1597

   ચીનમાં આશરે 10 લાખ જેટલા ઉઇગર મુસલમાનો પર ખૂબ જ અત્યાચાર અને  જોર-જુલમ કરવામાં આવી રહ્યો હોવાના સમાચારો અવારનવાર મિડિયામાં પ્રકાશિત થતારહે છે. 

                                      ઉઇગર  મુસલમાને સાથે ક્રૂરતાભર્યો – અમાનવીય વર્તાવ કરનારા 28 જેટલાસંસ્થાનોને અમેરિકાએ બ્લેક લિસ્ટ જાહેર કર્યા છે. હવે તેઓ અમેરિકાની પરવાનગી વિના આ સંસ્થાનો અમેરિકાની કંપનીઓ પાસેથી માલ- સામાન ખરીદી શકશે નહિ. બ્લેક લિસ્ટ કરવામાં આવેલાં સંસ્થાનોમાં ચીનની સરકારી એજન્સીએ અને ટેકનિકલ કંપનીઓનો સમાવેશ થાય છે. આમાંની કેટલીક કંપનીઓ જાસૂસી માટે કામમાં આવતા ઉપકરણોનું ઉત્પાદન કરે છે. આ અગાઉ પણ અમેરિકા ચીનની કંપનીઓ પર વ્યાપારિક પ્રતિબંધો લાદતું રહ્યું છે. અમેરિકાના વ્યાપાર – વિભાગના જણાવ્યા અનુસાર, જેમની પર સરકાર ચાંપતી નજર રાખી રહી છે એ તમામ ચીની સંસ્થાનોની વિરુધ્ધ ચીનના શિનજિયાંગ પ્રાંતમાં માનવ અધિકારના હનન અને તાકાતનો દુરુપયોગની ફરિયાદે મળી રહી છે. 

   ગત સપ્તાહમાં અમેરિકાના વિદેશપ્રધાન માઈક પોમ્પિઓએ વિયેતનામમાં પત્રકાર પરિષદમાં આરોપ મૂક્યો હતો કે, ચીનના લોકો પર સરકાર બળજબરી કરી રહી છે કે, તેઓ ભગવાનની નહિ, સરકારની પૂજા કરે. ગત જુલાઈ મહિનામાં 20થી વધુ દેશોએ સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદમાં ચીના અત્યાચારની વિરુધ્ધ એક સંયુક્ત આવેદન પત્ર જારી કર્યું હતું. જેમાં ચીન દ્વારા ઉઇગર અને અન્ય મુસલમાનો પર કરવામાં આવતા અત્યાચારભર્યા વર્તાવને વખોડી કાઢવામાં   આવ્યો હતો.