ચીનને જબરદસ્ત ફટકો, તાઈવાન-હોંગકોંગના લોકોનો ભારતને સપોર્ટ

 

નવી દિલ્હીઃ લદાખમાં LAC  પર ચીન અને ભારત વચ્ચે થયેલા સૈન્ય સંઘર્ષમાં ૨૦ ભારતીય સૈનિકો શહીદ થયા. આ ઘટનાથી માત્ર ભારતમાં જ નહીં પરંતુ ચીન વિરુદ્ધ દુનિયાભરમાં અવાજ ઉઠી રહી છે. તાઈવાન અને હોંગકોંગના લોકો પણ ભારતનું સમર્થન કરી રહ્યાં છે. એ વાતના પુરાવા સોશિયલ મીડિયા પર જોઈ શકાય છે. સોશિયલ મીડિયા સાઈટ ટ્વિટર પર મોટી સંખ્યામાં હોંગકોંગ અને તાઈવાનના લોકોએ ભારત પ્રત્યે પોતાનું સમર્થન જાહેર કર્યું છે. અત્રે જણાવવાનું કે આ લોકો ચીનની અમાનવીય કાર્યવાહી અને ધમકીઓથી ખુબ પરેશાન છે. તાઈવાનને ચીન પોતાનો હિસ્સો માને છે પરંતુ તાઈવાન પોતાને ચીનનો હિસ્સો ગણતું નથી. તાઈવાનને ચીનમાં ભેળવી દેવા માટે ચીન વારંવાર સૈન્ય કાર્યવાહીની ધમકી આપતું રહે છે. તાઈવાનને ડરાવવા માટે ફાઈટર વિમાનો મોકલે છે. આ બાજુ ચીને હોંગકોંગ પર નવો સુરક્ષા કાયદો જબરદસ્તીથી થોપવાની કોશિશ કરી છે.