ચીનની સિદ્ધિઃ બે અબજ વર્ષ જૂના લાવાના નમૂના પૃથ્વી પર લાવ્યા

 

પેઇચિંગઃ ૪૦ વર્ષના લાંબા સમય બાદ ચીન ચંદ્ર પરથી સેમ્પલ લઈને ધરતી પર લાવ્યું છે. ચંદ્ર પરથી લાવવામાં આવેલા આ સેમ્પલમાં આશરે બે અબજ વર્ષ જૂના લાવાના સેમ્પલ પણ સામેલ છે. એવું માનવામાં આવે છે કે ચંદ્ર ઉપર અગાઉ સક્રિય જ્વાળામુખી હતા.

ડિસેમ્બર ર૦ર૦માં ચીનનું ચાંગએ-પ લેન્ડર ચંદ્ર પર ઉતર્યું હતું અને ૧૭૩૧ ગ્રામ સેમ્પલ લઈને પૃથ્વી પર પરત ફર્યું છે. નેચરના અહેવાલ અનુસાર ચીની વૈજ્ઞાનિકોએ આ પહેલા મિશનમાં ઓશનસ પ્રોસેલરમ અંગે ભવિષ્યવાણીઓને સમર્થન આપવા માટે નાનાં એવાં ક્ષેત્રનો ઉપયોગ કર્યો છે, જ્યાં અંતરિક્ષ યાન ઉતર્યું હતું. બે અબજ વર્ષ જૂના નમૂના જ્વાળામુખીના સંકેત આપે છે. જે એપોલો અંતરિક્ષ યાત્રીઓ તથા સોવિયેત સંઘના માનવ રહિત લૂના મિશનના નમૂનાઓથી ઓછામાં ઓછા એક અબજ વર્ષ નવા છે. ચીનનાં યાને ચંદ્રની સપાટી પર ૧૦૦ ડિગ્રી સે.થી વધુ તાપમાનનો સામનો કર્યો છે. નવા લાવાના અભ્યાસને આધારે ચંદ્ર ઉપર જ્વાળામુખી હોવાના સંકેત મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here