ચીનની વાયુસેનાના કાફલામાં જે-20 લડાયક બોમ્બવર્ષક વિમાનોનો સમાવેશ કરાશે

0
881

ચીન દિન-પ્રતિદિન પોતાની શસ્ત્ર ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરીને એશિયામાં પોતાની વગ વધારવાના પ્રયાસો કરતું રહ્યું છે. ચીન પોતાની વાયુસેનાના કાફલામાં જે-20 લડાયક બોમ્બવર્ષક વિમાનોને ઉમેરો કરશે એવી જાહેરાત કરવામાં આવી હતી. આ લડાયક વિમાનોને કારણે ચીન એશિય- પ્રશાંત મહાસાગર વિસ્તારમાં જાપાન અને અમેરિકાના વધતા જતા વર્ચસ્વને રોકવા માટે સક્ષમ બની જશે. ચીનની આ સજ્જ વાયુસેનાની સીધી અસર ભારતની વાયુ સેના પર થશે એમ નિષ્ણાતે માની રહ્યા છે. ભારતની વાયુસેનાની લડાયક ક્ષમતા પર એની અસર થવાની સંભાવના નકારી શકાયએમ ઩થી. ભારતની પાસે હજી સુધી રડારથી બચીને આક્રમણ કરી શકે એવા લડાયક વિમાન ઉપલબ્ધ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here