ચીનની પ્રવૃત્તિઓ તાયવાનને ડરાવી રહી છે, ચીનની હરકતો પર હવે અમેરિકાએ પણ ચેતવણી આપી છે..

 

       તાજેતરમાં ચીને પોતાના રાષ્ટ્રીય દિવસની ઉજવણી મનાવવાની સાથે સાથે તાયવાનની હવાઈ સીમામાં 38 લડાકુ વિમાનોને મોકલીને તાયવાનને ડરાવ્યું હતું. જેની સામે તાયવાને સ્પષ્ટપણે ચેતવણી ઉચ્ચારતા ચીનને કહ્યું હતું કે, ચીન જો તાયવાન પર કબ્જો જમાવવાની કોશિશ કરશે તો આખા એશિયામાં તેના વિ્નાશકારી પરિણામ આવશે. અમેરિકાએ  પણ ચીનને ધમકી આપતાં કહ્યું હતું કે, ચીન તાયવાન સામે લશ્કરી, આર્થિક , રાજકીય દબાણ ઊભું કરવાનું  બંધ કરી દે. ચીનની હરકતો એશિયામાં શાંતિને જોખમમાં મૂકી રહી છે. વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ જેન સાકીએ  જણાવ્યું હતું કે, અમેરિકા ચીનની હરકતોથી ચિંતિત છે. અમેરિકા તાયવાનની સંરક્ષમ ક્ષમતાઓને જાળવવા માટે મદદ કરવાનું ચાલુ રાખશે. તાયવાનને આપેલી બાંહેધરી અમેરિકા નિભાવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here