ચીનના હેનાન પ્રાંતમાં પૂરના પ્રકોપથી ૧૨ લોકોનાં મોત

 

ઝોંગ્યાઃ ચીનના હેનાન રાજ્યમા ભારે વરસાદ થતાં પૂર આવ્યું છે, જેના કારણે પાણીમાં તણાઈ જવાથી ૧૨ લોકોનાં મોત થયા છે. લગભગ બે લાખ લોકોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવામાં આવ્યા છે. ઝોંગ્યા શહેરમાં મંગળવાર સાંજે પાંચ વાગ્યા સુધી ૨૪ કલાકમાં વિક્રમજનક ૧૮ ઈંચ વરસાદ થયો હતો. ભારે વરસાદના કારણે શહેરના કેટલાક ભાગોમાં વિજળી પુરવઠો ખોરવાયો હતો. રોડ-રસ્તા પણ પાણીમાં ડુબી ગયા હતા. આ શહેર વિશ્વમાં એપ્પલ આઈફોનના પ્રોડક્શનનું સૌથી મોટું બેઝ છે. ઝોંગ્યા રેલવે સ્ટેશન પર ૧૬૦થી વધુ ટ્રેનો રોકી દેવામાં આવી છે. અહીંયાથી વિમાનોની ૨૬૦ ઉડાણ રદ કરવામાં આવી છે. પૂરના કારણે ૮૦થી વધુ બસો રદ કરાઈ છે. ૧૦૦ વધુ બસોના રસ્તા બદલવામાં આવ્યા છે. સબ-વે સેવા પણ અસ્થાયી રૂપે બંધ કરાઈ છે. વરસાદનું પાણી શહેરની લાઈન ફાઈવની સબવે સુરંગમા જતું રહ્યું છે, જેના લીધે એક ટ્રેનમાં કેટલાક મુસાફરો ફસાઈ ગયા છે. પોલીસ અધિકારી, ફાયર બ્રિગેડ અને અન્ય સ્થાનીય જિલ્લા કર્મચારીઓ બચાવના કામમાં લાગી ગયા છે. જોકે, હવે પાણીનું સ્તર ઘટી રહ્યુ છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પૂરને ગંભીર ગણાવ્યું છે. સ્ટેટ મીડિયાના હવાલાથી રાષ્ટ્રપતિએ કહ્યું કે કેટલાક નાના ડેમની પાળ તટી છે, જેના કારણે લોકોના જાનમાલને નુકસાન થયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here