ચીનના શાંધાઈમાં લોકડાઉનના કારણે ૨.૬૦ કરોડ લોકો ૨૨ દિવસથી ઘરોમાં કેદ

ચીન: ૨.૬૦ કરોડની વસ્તી ધરાવતું ચીનની આર્થિક રાજધાની શાંઘાઇ અત્યાર સુધીના સૌથી મોટા કોરોના વિસ્ફોટને કારણે છેલ્લા ૨૨ દિવસથી લોકડાઉન હેઠળ છે. ઝીરો કોવિડ નીતિને લઇને અહીં કડક નિયંત્રણ લાગુ કરવામાં આવ્યા છે. જેના કારણે અહીં ખોરાક અને દવાઓની અછત સર્જાઇ છે.

અહીં શુક્રવારે મોડી રાત્રે મોટી સંખ્યામાં લોકો લોકડાઉનનો આદેશ તોડીને રસ્તા પર ઉતરી આવ્યા હતા. સપ્લાય પોઇન્ટ પર વિતરણ માટે રાખવામાં આવેલા ખાદ્યપદાર્થોના બોકસ લોકોએ લૂંટી લીધા હતા. લોકડાઉનના કારણે લોકોને તેમની જ‚રિયાત મુજબ ખાવા-પીવાની વસ્તુઓ મળી શકતી ન હતી. કડકાઇના કારણે લોકો ઘરની બહાર પણ નીકળી શકતા ન હતા.

ઝીરો કોવિડ નીતિ હેઠળ ચીનમાં કડક કોરોના પ્રોટોકોલ લાગુ કરવામાં આવ્યા છે. અહીં દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની જ‚ર છે. ચીનમાં હોમ આઇસોલેનશ અથવા કવોરેન્ટાઇન પણ પ્રતિબંધ છે. નાના બાળકો પણ તેમના માતા-પિતાથી અલગ થઇ જાય છે અને જયારે તેમને કોરોના થાય છે ત્યારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. જેને લઇને વાલીઓ નારાજ છે. 

ચીનની આર્થિક રાજધાની શાંઘાઇમાં કર્મચારીઓને તેમની ઓફિસમાં રાખવામાં આવી રહ્યાં છે. તેમને ઘરે પણ જવા દેવામાં આવતા નથી. આવા ૨૦ હજારથી વધુ કર્મચારીઓ છે. અહીં તૈયાર કરવામાં આવેલી સાયનોવેક રસી પણ કોરોના સામેની લડાઇમાં કામ લાગી નથી. 

૨.૬૦ કરોડની વસ્તી ધરાવતું ચીનની આર્થિક રાજધાની શાંઘાઇ અત્યાર સુધીના સૌથી મોટા કોરોના વિસ્ફોટને કારણે છેલ્લા બે અઠવાડિયાથી લોકડાઉન હેઠળ છે. શાંઘાઇમાં, એપાર્ટમેન્ટમાં ફકત બે લોકોને જ ભોજન લેવા માટે જવાની મંજૂરી છે. જે આખા એપાર્ટમેન્ટમાં દરેક માટે ખોરાકનો પુરવઠો લાવે છે. શુક્રવારે પણ શાંઘાઇમાં ઓમિક્રોન વેરિઅન્ટના ૨૩,૬૦૦ નવા કેસ નોંધાય હતા. લોકડાઉનના ૩ અઠવાડિયાથી વધુ સમય પછી પણ કેસમાં ઘટાડો થયો નથી.