

તાજેતરમાં બીજિંગ ખાતે આયોજિત એક પત્રકાર પરિષદમાં ચીનના વિદેશપ્રધાન વાંગ યીને ભારત અને ચીનના મૈત્રી સંબંધો અને એકતા અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતુંકે, પરસ્પર સંબંધો વધુ ગાઢ કરવા માટે બન્ને દેશોએ સંકોચ, મતભેદ – વિરોધની ભાવના છોડીને એકમેકને મળવા માટે પગલાં ભરવા જોઈએ. ચીનના ડ્રેગન અને ભારતના હાથીએ એકબીજા સાથે લડાઈ નથી કરવાની, પણ સાથે મળીને નૃત્ય કરવાનું છે.ચીનના વિદેશ પ્રધાનેે ભારપૂર્વક જણાવયું હતુંકે, જો પરસ્પર રાજનૈતિક વિશ્વાસ રાખવામાં આવેતો હિમાલય પણ ભારત – ચીનના મૈત્રી સંબંધોને રોકી નહિ શકે.
તેમણે એક પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું હતું કે, ડોકલામ સહિત અનેક મુદા્ઓ બાબત ભારત અને ચીન વચ્ચે મતભેદ હોવા છતાં બન્ને દેશો વચ્ચેના સંબંધો મજબૂત થઈ રહ્યા છે.ચીન એના અધિકારો અને સંવૈધાનિક હિતોનું રક્ષણ કરતાં રહીને ભારત સાથે સંબંધો સુદ્રઢ કરવા સભાન છે.તેમણે જણાવ્યું હતું કે, ચીન અને ભારતના સંબંધની ભૂમિકા રચવા માટે એકમેક પર વિશ્વાસ રાખવો એ મહત્વનું છે. પરસ્પર ચર્ચા- વિચારણા કરીને મતભેદો દૂર કરવા જોઈએ.. ચીન ભારતનું મિત્ર બનવા માગે છે.
ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાની ઈન્ડો- પેસિફિક રણનીતિની અસર ચીનના બેલ્ટ એન્ડ રોડ ઈનિશિયેટિવ પર નહિ પડે. ભારત અને ચીન જો સાથે મળીને કામ કરશે તો એક વત્તા એક મળીને અગિયારની ક્ષમતા પ્રાપ્ત કરશે.