ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનું તામિલનાડૂના મહાબલીપુરમમાં ભવ્ય અને ઉષ્માપૂર્ણ સ્વાગત – ચીનના રાષ્ટ્રપતિ ભારતની બે દિવસની મુલાકાતે- વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે અનૌપચારિક ચર્ચાનું આયોજન, કોઈ પ્રોટોકોલ નહિ. . ભારત- ચીન વચ્ચે સંબંધો વધુ ઘનિષ્ઠ બનશે એવી અપેક્ષા ..

0
689

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની બે દિવસની એૈતિહાસિક યાત્રા 11ઓકટોબરથી શરૂ થઈ હતી. તામિલનાડુના મહાબલિપુરમમાં તેમનવું ઉષ્માપૂર્ણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત દરમિયાનશાસ્ત્રીય સંગીતના કાર્યક્રમ  તેમજ ભરતનાટ્યમના નૃત્યોની રજૂાઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પારંપરિક તમિળ પોશાક પરિધાન કરીને તેમને આવકાર્યા હતા. મોદીએ જિનપિંગને મહાબલીપુરમના એૈતિહાસિક સ્થળોનું ભ્રમણ કરાવ્યું હતું. પ્રમુખ શી જિનપિંગે વડાપ્રધાન મોદીની સાથે મહાબલીપુરમના ત્રમ મહત્વના એૈતિહાસિક સ્થળો અર્જુનની તપસ્યાવાળું સ્થળ, પંચરથ તેમજ સૌરમંદિરની મુલાકાત લીધી હતી. તેમણે ખૂબજ રસપૂર્વક આ સ્થળોને નિહાળીને એ અંગેની જરૂરી માહિતી જાણી હતી. સાંજે બન્ને નેતાઓએ સૌરમંદિરમાં રામાયણની પટકથાનું મંચન નિહાળ્યું હતું. ચીન ને મહાબલીપુરમનો નાતો બે હજાર વર્ષ જૂનો છે. તે સમયના પલ્લવ રાજાઓના શાસનકાળમાં મહાબલીપુરમ અને ચીન વચ્ચે વ્યાપારિક સંબંધો બંધાયા હતા. વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ શી જિનપિંગને અન્નમ લેમ્પ અને માતા સરસ્વતીનું પેઈન્ટિંગ ભેટ આપ્યું હતું.પ્રાપ્ત માહિતી અનુસાર, બન્ને નેતાએ દ્વિપક્ષીય, ક્ષેત્રીય અને મહત્વના વૈશ્વિક મુદા્ઓ પર પરસ્પર વિચાર- વિમર્શ કરશે. બે દિવસની શિખર મંત્રણા દરમિયાન કુલ છ કલાક સુધી મોદી અને શી જિનપિંગ પરસ્પર વાતચીતનો દૌર ચાલુ રાખશે. આ બન્ને નેતાઓની અનૌપચારિક વાતચીત અને ચર્ચા ભારત- ચીનના સંબંધોને વધુ ગાઢ બનાવવાની પ્રક્રિયામાં મદદરૂપ સાબિત થશે એવું માનવામાં આવી રહ્યું છે.