ચીનના જાણીતા માનવ અધિકાર કાર્યકર્તા તેમજ કાનૂની વિશેષજ્ઞ જૂ ઝિયોંગની ધરપકડ કરવામાં આવી હતી.. 

0
988

 

 હોંગકોંગમાં થઈ રહેલા સરકાર વિરોધી પ્રદર્શનો તેમજ કોરોના વાયરસના મામલામાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની નિષ્ફળતા બદલ ટીકાત્મક લેખ લખીને માનવ અધિકાર કાર્યકર્તા અને કાયદાના જાણકાર વિદ્વાન લેખક જૂ ઝિયોંગને સરકારે ધરપકડ કરીને જેલમાં નાખ્યા હોવાના સમાચાર પાપ્ત થયા હતા. જૂએ એક વેબસાઈટ પર તેમનો લેખ પ્રકાશિત કર્યો હતો. અગાઉ જણાવ્યા અનુસાર, કોરોના વાયરસના પ્રતિકાર કે બચાવ માટે ચીનના પ્રમુખ શી જિનપિંગે કશાય અસરકારક પગલાં લીધા નહોતા. તેમણે નિર્દોષ લોકોને મોતના હવાલે છોડી દીધા હતા. તેમણે હોંગકોંગમાં લોકોનું  દમન કર્યું હતું. હોંગકોંગમાં સરકારની કામગીરી અને જુલ્મો સામે માથુ ઊચકનારા લોકોને સજા કરવામાં આવતી હતી. જૂએ પોતાના લેખમાં ચીનના પ્રમુખ શી જિનપિંગના રાજીનામાની માગણી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here