ચિમેરઃ ધરતીએ જાણે લીલી ચાદર ઓઢી હોય!

0
1052

પ્રવાસ અને ફોટોગ્રાફી એકબીજાના પર્યાય છે. ઓગસ્ટ મહિનામાં ચિમેર જવાનો અવસર મળ્યો. ચિમેર ધોધ માટે ખૂબ પ્રખ્યાત છે. ચિમેર સોનગઢથી 40 કિલોમીટર દૂર ડાંગ વિસ્તારમાં આવેલું એક ગામ છે. ધોધ પર જવા માટે ગામથી 10 કિલોમીટર ટ્રેક કરી જવું પડે છે. ત્યાં સુધી જવાનો રસ્તો ખૂબ જ સરળ છે, પરંતુ ત્યાંના રહેવાસીઓને આવક થાય અને સાથે એમનું ગુજરાન ચાલે એ માટે એમને સાથે લઈ જઈ શકાય. ચિમેર ગામની ખાસિયત એ છે કે ત્યાંના દરેક લીંપણના ઘર અને કાચા વાંસ પર સોલર પેનલ લગાડી છે. ચિમેર શહેરના શાસક અને વિકસિત ભારત માટે એક અદ્ભુત ઉદાહરણ છે. ચિમેરમાં ખાવા માટે શહેરની જેમ આકર્ષિત વાનગીઓ તો નથી હોતી, પરંતુ ઘરના આંગણામાં ઉગાડેલા ચોખા અને દાળ સાથે લાલચોળ સૂકી લસણની ચટણી અને ગામવાસીઓના પ્રેમથી ભર્યું ભોજન હોય છે. ત્યાંના લોકોમાં એકબીજા પ્રત્યે પ્રેમ અને એકતા જોવા મળે છે. ખેતી એ ત્યાંની મુખ્ય આવક છે. ચિમેરમાં શિયાળો અને ચોમાસાનો નજારો કંઈક અલગ જોવા મળે છે. ચારેય તરફ ધરતીએ જાણે લીલી ચાદર ઓઢી લીધી હોય એમ લાગે છે. પ્રકૃતિપ્રેમી અને ફોટોગ્રાફરોએ એક વખત તો ચિમેરની મુલાકાત લેવી જ જોઈએ.

લેખક ટ્રાવેલ ફોટોગ્રાફર છે.