ચિન્ટુ પટેલ અને ચિરાગ પટેલ ‘પર્સન ઓફ ધ યર 2017’થી સન્માનિત

(ડાબેથી) સફોક કાઉન્ટી એક્ઝિક્યુટિવ સ્ટીવ બેલોન, ધ સાઉથ એશિયન ટાઇમ્સ પબ્લિશર અને ચેરમેન કમલેશ મહેતા, કોન્સલ જનરલ સંદીપ ચક્રવર્તી, પ્રીતિ અને ચિરાગ પટેલ, ચિન્ટુ અને ફાલ્ગુની પટેલ સાથે કોંગ્રેસમેન સ્ટીવ ઇઝરાઇલ (જમણે પાછળ), પૂર્વ હેમ્પસ્ટેડ ટાઉન ક્લાર્ક નસરીન અહમદ, મેક્કાટી ગ્રાફિક્સ પ્રેસિડન્ટ સુબિન વર્ગીસ અને ધ એશિયન એરા ચેરમેન જેક પૂલા નજરે પડે છે.

યુ યોર્કઃ એમનીલ ફાર્મસ્યુટિકલ્સના કો-ચેરમેન ચિન્ટુ પટેલ અને ચિરાગ પટેલને પર્સન્સ ઓફ ધ યરથી સન્માનિત કરવામાં આવ્યા છે. ન્યુ યોર્કમાં સિયોસેટમાં આયોજિત ભવ્ય સમારંભમાં 13મી જાન્યુઆરીએ ધ સાઉથ એશિયન ટાઇમ્સ દ્વારા ચિન્ટુ પટેલ અને ચિરાગ પટેલને તેમની સીમાચિહ્નરૂપ કોર્પોરેટ સફળતા અને પરોપકારી-ઉમદા વૃત્તિને ધ્યાનમાં રાખી આ એવોર્ડ પ્રદાન થયો છે.
આ બન્ને મહાનુભાવોને કોન્સલ જનરલ સંદીપ ચક્રવર્તી, કોંગ્રેસમેન સ્ટીવ ઇઝરાયલ, સફોક કાઉન્ટી એક્ઝિક્યુટિવ સ્ટીવ બેલોનના હસ્તે પ્રશસ્તિપત્ર અર્પણ કરાયું હતું.
ચિન્ટુ અને ચિરાગ પટેલ એમનીલ ફાર્મસ્યુટિકલ્સને છેલ્લાં 15 વર્ષમાં પોતાના પરિવારના બિઝનેસમાંથી અમેરિકામાં પાંચમી સૌથી મોટી જેનેરિક્સ ડ્રગ કંપની સુધી લઈ ગયા છે, જેની 2018માં બે બિલિયન ડોલરની રેવન્યુ થવાની આશા છે. તેઓએ ફેમિલી ફાઉન્ડેશનોની સ્થાપના કરી છે, જે નિઃસ્વાર્થ અને ઇરાદા તરીકે જાણીતી છે અને ભારતમાં મોટા પાયે માનવતાવાદી પ્રોજેકટો કરે છે.
6-19 જાન્યુઆરી, 2018ના ધ સાઉથ ટાઇમ્સ ન્યુ યર સ્પેશિયલ ઇશ્યુમાં કવર સ્ટોરીમાં તેઓને પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.
ગયા અઠવાડિયે નોર્થ શોર સિનાગોગ’સ ગ્રાન્ડ બોલરૂમમાં યોજાયેલા સમારંભમાં પટેલ બ્રધર્સનો પરિચય ધ સાઉથ એશિયન ટાઇમ્સના પબ્લિશર-ચેરમેન કમલેશ મહેતા દ્વારા કરાવવામાં આવ્યો હતો. સમારંભમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા સન્માનિતોને વધાવવામાં આવ્યા હતા તેમ જ ભારતીય અમેરિકન સમુદાયની સફળતા અને પ્રદાનને બિરદાવવામાં આવ્યાં હતાં. બે પદ્મશ્રી સન્માનિત મહાનુભાવો ડો. દત્તાત્રેયુડુ નોરી અને ડો. સુધીર પરીખની નોંધપાત્ર હાજરી હતી. કોંગ્રેસમેન ઇઝરાયલ અને સફોક કાઉન્ટી એક્ઝિક્યુટિવ બેલોને ચિન્ટુ અને ચિરાગ પટેલને અભિનંદન આપ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here