ચાર ભારતીય-અમેરિકનોની ધ અમેરિકન એકેડેમી ઓફ માઇક્રોબાયોલોજીના ફેલો તરીકે પસંદગી

 

વોશિંગ્ટનઃ ચાર ભારતીય-અમેરિકનો ધ અમેરિકન એકેડમી ઓફ માઇક્રોબાયોલોજીના ફેલો 2018 તરીકે નિમાયા છે. ધ અમેરિકન એકેડેમી ઓફ માઇક્રોબાયોલોજી દ્વારા 2018 ફેલોઝની જાહેરાત 16મી જાન્યુઆરીએ કરવામાં આવી હતી અને જેમાં ચાર ભારતીય અમેરિકનો અને બે બાંગલાદેશીની પસંગગી કરવામાં આવી છે.
ધ ઇન્ડિયન-અમેરિકન ફેલોમાં અશોક ચોપરા, અતીન દત્તા, રાજીવ મિશ્રા અને રીટા રાવનો સમાવેશ થાય છે, જ્યારે બાંગલાદેશીઓમાં નિયાઝ અહમદ અને સમીર સહાનો સમાવેશ થયો છે.
અશોક ચોપરા યુનિવર્સિટી ઓફ ટેક્સાસમાં મેડિકલ બ્રાન્ચમાં માઇક્રોબાયોલોજી એન્ડ ઇમ્યુનોલોજી ડિપાર્ટમેન્ટમાં પ્રોફેસર છે.
અતીન દત્તા નવેમ્બર, 2006થી ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસીસના બ્રાન્ચ ચીફ અને સુપરવાઇઝરી રિસર્ચ માઇક્રોબાયોલોજિસ્ટ છે.
રાજીવ મિશ્રા માઇક્રોબાયલ જેનેટિસિસ્ટ છે અને તેઓ એરિઝોના સ્ટેટ યુનવર્સિટીની સ્કૂલ ઓફ લાઇફ સાયન્સીસમાં પ્રોફેસર છે.
જ્યારે રાવ મેસેચ્યુસેટ્સમાં વોર્સેસ્ટર પોલીટેક્નિક ઇન્સ્ટિટ્યૂટમાં બાયોલોજી-માઇક્રોબાયોલોજીમાં એસોસિયેટ પ્રોફેસર છે.
આ ફેલોઝની પસંદગી ખૂબ જ ઉચ્ચ ગુણવત્તાના આધારે કરવામાં આવે છે અને તેઓના સાયન્ટિફિક એચીવમેન્ટના રેકોર્ડના આધારે કરાય છે.
બેઝિક-એપ્લાઇડ રિસર્ચ, ટીચિંગ, પબ્લિક હેલ્થ, ઇન્ડસ્ટ્રી એન્ડ ગવર્નમેન્ટ સર્વિસ ક્ષેત્રે 2400 ફેલો પ્રતિનિધિત્વ કરે છે.