ચારુસેટ હોસ્પિટલ દ્વારા સમાજને સ્વાસ્થ્યની અણમોલ ભેટ


ચારુસેટ હોસ્પિટલ દ્વારા આણંદમાં મેડિકલ આઉટરીચ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત ચારુસેટ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો. પંકજ જોશી, અશોક-રીટા પટેલ ઇન્સ્ટિટ્યૂટના પ્રિન્સિપાલ ડો. એમ. બાલાગણપતિ, ચારુસેટના એડવાઇઝર ડો. બી. જી. પટેલ, ચારુસેટના સેક્રેટરી ડો. એમ. સી. પટેલ, મંડળના પ્રેસિડેન્ટ સી. એ. પટેલ, રજિસ્ટ્રાર દેવાંગ જોશી, ચીફ ઓપરેટિંગ ઓફિસર ડો. ઉમા પટેલ, સલાહકાર ડો. એચ. જે. જાની, ઓડિટર બિપિન પટેલ, ખજાનચી પ્રિ. આર. વી. પટેલ સહિત અગ્રણીઓ. (ફોટોઃ અશ્વિન પટેલ)

આણંદઃ ચાંગાસ્થિત ચારુસેટ યુનિવર્સીટી સમક્ષ વિદ્યાર્થીઓ સાથે-સાથે ચિંતનશીલ અને પ્રગતિશીલ નાગરિકો તૈયાર કર્યા છે. માનસિક રીતે સ્વસ્થ સમાજની રચનામાં ચારુસેટ યુનિવર્સિટી મહત્ત્વનું યોગદાન આપી રહી છે ત્યારે શારીરિક રીતે સ્વથ્ય સમાજના નિર્માણનું બીડું ચારુસેટ હોસ્પિટલે ઝડપ્યું છે. સમાજને ઉમદા સ્વાસ્થ્ય અને સુખાકારીની અણમોલ ભેટ આપવાના શુભ આશયથી ચારુસેટ યુનિવર્સિટી અને ચારુસેટ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આણંદમાં ચારુસેટ મેડિકલ આઉટરીચ સેન્ટરનો પ્રાંરભ ચારુસેટ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો. પંકજ જોશીના હસ્ત કરાયો હતો.
આણંદમાં વિદ્યાનગર રોડ પર છોટાભાઈ ભીખાભાઈ પટેલ છાત્રાલયમાં વર્લ્ડ ફિઝિયોથેરપી ડે નિમિતે ચારુસેટ મેડિકલ આઉટરીચ સેન્ટરના પ્રાંરભ સાથે જ આણંદ અને વિદ્યાનગર તેમ જ આસપાસના ગ્રામીણ અને શહેરી નાગરિકોને ન્યુનતમ ખર્ચે આધુનિક તબીબી સેવાઓ પ્રાપ્ત થાય તેવી સુવિધા ઊભી થઇ છે. સ્વાગત પ્રવચન કરતાં અશોક-રીટા પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરપીના પ્રિન્સિપાલ ડો. એમ. બાલાગણપતિએ જણાવ્યું હતું કે ચારુસેટ મેડિકલ આઉટરીચ સેન્ટરમાં એઆરઆઇપી, ફિઝિયોથેરપી યુનિટ અને ક્લિનિકલ લેબોરેટરી ક્લિનિક યુનિટની સેવા શરૂ થઈ છે.
ચારુસેટના એડવાઇઝર ડો. બી. જી. પટેલે હોસ્પિટલના આ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી. ચારુસેટના પ્રોવોસ્ટ ડો. પંકજ જોશીએ આણંદ અને આસપાસના લોકોને આધુનિક સેવા આશીર્વાદરૂપ સાબિત થશે તેમ જણાવ્યું હતું. ડો. બાલાગણપતિએ જણાવ્યું કે ભવિષ્યમાં નડિયાદ, કપડવંજ, તારાપુરમાં આ પ્રકારનાં આઉટરીચ સેન્ટરો શરૂ થશે.
સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે માતૃસંસ્થા, કેળવણી મંડળ, ઘ્ણ્ય્જ્ના સેક્રટરી ડો. એમ. સી. પટેલે કેળવણી મંડળના વાઇસ પ્રેસિડન્ટ સી. એ. પટેલ દ્વારા આ સેન્ટર માટે રૂ. 11 લાખના દાનનો સંકલ્પ જાહેર કરયો હતો. આ કાર્યકમમાં કેળવણી મંડળના વાઇસ પ્રેસિડન્ટ સી. એ. પટેલ, ચારુસેટ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડો. દેવાંગ જોશી, ચારુસેટ હોસ્પિટલનાં ચીફ ઓપરેટિંગ ઓફિસર ડો, ઉમા પટેલ, સલાહકાર ડો. એચ. જે. જાની, ઇન્ટરનલ ઓડિટર બિપિન પટેલ, માતૃસંસ્થાના ખજાનચી પ્રિ. આર. વી. પટેલ, માતૃસંસ્થાના ટ્રસ્ટી જશભાઈ પટેલ, આણંદ શૈક્ષણિક સંકુલના કો-ઓર્ડિનેટર ડો. મંજુલા પટેલ સહિત હોદેદારો, અગ્રણીઓ, અશોક એન્ડ રીટા પટેલ ઇન્સ્ટિટ્યૂય ફિજિયોથેરપીનો સ્ટાફ, વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. અંતમાં ચરોતર ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેરામેડિકલ સાયન્સના પ્રિન્સિપાલ ડો. દર્શન પટેલે આભારવિધિ કરી હતી.