ચારુસેટ યુનિવર્સિટી દ્વારા અમેરિકાસ્થિત દાતા દર્શક પટેલને દાનભાસ્કર એવોર્ડ

 

ચાંગા: શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળ દ્વારા ચા‚સેટ હોસ્પિટલ માટે ‚રૂપિયા એક કરોડનું માતબર દાન આપનાર મૂળ આણંદના વતની અને અમેરિકામાં પ્લાઝા ગ્રુપના સ્થાપક દાતા દર્શક જયંતિભાઈ પટેલને દાનભાસ્કર એવોર્ડથી સન્માનીત કરાયા હતા. આ પ્રસંગે ચા‚સેટ હોસ્પિટલમાં ‘ધરતી એન્ડ દર્શક જે. પટેલ ENT ડિપાર્ટમેન્ટ’ તરીકે નામકરણ કરવામાં આવ્યું હતું. 

આ પ્રસંગે માતૃસંસ્થા અને CHRF પ્રમુખ નગીનભાઈ પટેલ, માતૃસંસ્થા કેળવણી મંડળના ઘ્ણ્ય્જ્ના મંત્રી  ડો. એમ. સી. પટેલ, CHRF ઉપપ્રમુખ-કેળવણી મંડળના ટ્રસ્ટી વીરેન્દ્રભાઈ પટેલ,  કેળવણી મંડળના ઉપપ્રમુખ સી. એ. પટેલ, સહમંત્રી મધુબહેન પટેલ, કેળવણી મંડળના ટ્રસ્ટી વિષ્ણુભાઈ પટેલ, દાતા રમણભાઈ પટેલ, માતૃસંસ્થાના ખજાનચી આર. વી. પટેલ, નવનીતભાઈ પટેલ, વી. એમ. પટેલ,  એડવાઈઝર ડો. બી. જી. પટેલ, ચારુસેટ યુનિવર્સીટીના પ્રોવોસ્ટ ડો. આર. વી. ઉપાધ્યાય,  દાતા દર્શક પટેલના પરિવારજનો ધરતી દર્શક પટેલ, મેહુલભાઈ પટેલ અને હેમલત્તા પટેલ, મનહરભાઇ પટેલ (થામણા),  નવનીતભાઈ પટેલ, માતૃસંસ્થા કેળવણી મંડળ-ચરુસેટ- ઘ્ણ્ય્જ્ના પદાધિકારીઓ, હોદેદારો, ચા‚સેટ હોસ્પિટલના ચીફ ઓપરેટિંગ ઓફિસર ડો. ઉમાબહેન પટેલ, ચા‚સેટની વિવિધ કોલેજોના પ્રિન્સીપાલો ઉપસ્થિત રહ્યાં હતા. 

પ્રારંભમાં સ્વાગત પ્રવચન ઘ્ણ્ય્જ્ના ઉપપ્રમુખ-કેળવણી મંડળના ટ્રસ્ટી વીરેન્દ્રભાઈ પટેલે આપ્યું હતું અને આમંત્રિતો મહેમાનો, સૌ ઉપસ્થિતોને આવકાર્યા હતા. ચા‚સેટ યુનિવર્સીટીના રજીસ્ટ્રાર ડો. દેવાંગ જોશીએ આમંત્રિત મહેમાનોનો પરિચય આપ્યો હતો.  ત્યારબાદ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. 

માતૃસંસ્થા, કેળવણી મંડળ અને ચા‚સેટ હેલ્થકેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનની સહિયારી સમાજયાત્રા, સહિયારી શિક્ષણયાત્રા અને સહિયારી સ્વાસ્થ્યયાત્રામાં અત્યારસુધીમાં ૨૦૦૦થી વધુ દેશ-વિદેશના દાતાઓના સહયોગથી ‚. ૨૦૦ કરોડ ઉપરાંતનું ફંડ પ્રાપ્ત થયું છે. જેમાં ‚પિયા એક કરોડ અને તેથી વધુ રકમનું દાન આપનારા ૪૦થી વધુ વિશિષ્ટ દાતાઓ સમાવિષ્ટ છે. આવા વિશિષ્ટ દાતાઓને કેળવણી મંડળની પરંપરા મુજબ વિશેષ સન્માન ‘દાનભાસ્કર’ એવોર્ડથી નવાજવામાં આવે છે. 

દાનભાસ્કર એવોર્ડ અને દાતાના સન્માનપુષ્પનું વાંચન ચા‚સેટ યુનિવર્સીટીના રજીસ્ટ્રાર ડો. દેવાંગ જોશીએ કર્યું હતું. ડો. એમ. સી. પટેલના હસ્તે દાતા દર્શક પટેલને શાલ ઓઢાડીને સન્માનપુષ્પથી સન્માન કરાયું હતું. નગીનભાઈ પટેલના હસ્તે દાતા દર્શક પટેલને દાનભાસ્કર એવોર્ડ અર્પણ થયો હતો. 

દાતા દર્શક પટેલે સન્માનનો પ્રતિભાવ વ્યક્ત કરતા આ એવોર્ડ બદલ આભાર, ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી અને જણાવ્યુ હતું કે  ચા‚સેટ કેમ્પસમાં ટ્રસ્ટીઓ-મેનેજમેન્ટની પ્રતિષ્ઠા અને પારદર્શી વહીવટ પ્રશંસાપાત્ર છે. ટ્રસ્ટીઓ-મેનેજમેન્ટના પારદર્શી વહીવટના કારણે ચા‚સેટ કેમ્પસને દાન પ્રાપ્ત થાય છે.  

દાતા પરિવારના મેહુલ પટેલે જણાવ્યુ કે દાન ભાસ્કર એવોર્ડ પ્રાપ્ત કરનાર દર્શક પટેલ દ્વિતીય દાતા જે મૂળ આણંદના મોટા અડધના વતની છે. દર્શક પટેલ અમારા પરિવારની સમાજને પરત આપવાની સંસ્કૃતિને અનુસર્યા છે ત્યારે અમે બધા પરિવારજનો ગૌરવની લાગણી અનુભવીએ છીએ. સમાજ માટે ચા‚સેટ ઉમદા કાર્ય કરે છે તે અભિનંદનને પાત્ર છે. 

આ પ્રસંગે દાતા પરિવારના મોસાળ પક્ષ દ્વારા કમળાબહેન ભીખાભાઇ પટેલ તરફથી ચા‚સેટને ‚. ૧૦ લાખનું દાન પ્રાપ્ત થયું છે જેના ભાગ રુપે ‚ ૩.૧૧ લાખનો ચેક નગીનભાઇ પટેલને એનાયત કરવામાં આવ્યો હતો. 

નગીનભાઈ પટેલે જણાવ્યું કે અત્યાર સુધીમાં ચા‚સેટ હોસ્પિટલને ‚રુ ૧૦૦ કરોડનું માતબર દાન પ્રાપ્ત થયેલું છે અને હજુ બીજું રુ ૧૦૦ કરોડનું દાન મેડિકલ કોલેજ માટે પ્રાપ્ત થાય તે માટે સાથ સહકાર આપવા  દેશ-વિદેશના દાતાઓને અપીલ કરી હતી