ચંદ્રયાન-2 નાસાનો સાથ- મંગળવારે નાસાનું આર્બિટર વિક્રમની લેન્ડિંગ સાઈટ પરથી પસાર થશે.

0
818


ભારતનું ચંદ્રયાન-2 મિશન હજું સમાપ્ત થયું નથી. ઈસરોના વિજ્ઞાનીઓની મહેનત અને શક્તિની જગતભરના અવકાશ- વિજ્ઞૈાનીઓ અને સંશોધકો પ્રશંસા કરે છે. આર્બિટરનો વિક્રમ લેન્ડર સાથેનો સંપર્ક તૂટ્યા બાદ મુશ્કેલી ઊભી થઈ હતી. ઈસરોના વિજ્ઞાનીઓ કોઈ પણ રીતે આર્બિટરનો લેન્ડર સાથે સંપર્ક પુનઃ સ્થાપિત કરવાનો અથાગ પ્રયાસ કરી રહ્યા છે. માહિતગાર સૂત્રોના જણાવ્યા અનુસાર, નાસા પણ ઈસરોને એ કાર્યમાં મદદ કરી રહ્યું છે. નાસા પણ વિક્રમને સંદેશા મોકલી રહ્યું છેો, પણ લેન્ડર વિક્રમ તરપથી કશો જવાબ મળી રહ્યો નથી. નાસાની લેબોરેટરીએ લેન્ડર સાથે સંપર્ક સાધવા માટે રેડિયો ફ્રિકવન્સી પણ મોકલી છે. નાસા ા કાર્ય ડીપ સ્પેસ નેટવર્કના માધ્યમથી કરી રહ્યું છે.
મળતી માહિતી અનુસાર, આગામી 17મી સપ્ટેમ્બરે નાસાનું આર્બિટર વિક્રમનીન લેન્ડિંગ સાઈટ પરથી પસાર થશે. નાસાના વિત્રાનીઓએ ્ગાઉ ચંદ્રયાન-2 મિશન તેમજ ઈસરોના વિજ્ઞાનીઓના કાર્યની પ્રશંસા કરી હતી. નાસાએ એના ટવીટમાં લખ્યું હતું કે, અવકાશમાં શોધ કરવી એ અતિ મુશ્કેલ કામ છે.અમે ચંદ્રના દક્ષિણ દ્રુવ પર ચંદ્રયાન-2ને ઉતારવાના ઈસરોના પ્રયાસની પ્રશંસા કરીએ છીએ. 
   હવે લેન્ડર સાથે સંપર્ક સ્થાપિત કરવા માટે ઈસરોના વિજ્ઞાનીઓ પાસે માત્ર 9 દિવસનો સમયગાળો જ બાકી રહ્યો છે. 21 સપ્ટેમ્બર સુધી તેઓ વિક્રમ લેન્ડર સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરી શકે છે. ત્યારબાદ લ્યુનરની નાઈટ શરૂ થતાંજ પરિસ્થિતિ બદલાઈ  જશે.