
આજથી 10 વરસ અગાઉ ભારત દ્વારા ચંદ્ર પર મોકલવામાં આવેલા ચંદ્રયાન -1ના વિજ્ઞાનીઓએ મેળવેલી જાણકારી કે ચંદ્ર પર પાણી છે – એ તથ્યની નાસાએ પુષ્ટિ કરી હતી. ભારતે 10 વરસ પહેલા ચંદ્રયાન-1 ચંદ્ર પર મોકલ્યું હતું. નાસાએ માહિતી મેળવી હતી કે, ચંદ્રમાના સૌથી ઠંડા અને ધ્રુવીય વિસ્તારમાં પાણીને બરફ જમા થયો છે પીએનએએસ-જર્નલમાં પ્રકાશિત અધ્યયનમાં કહેવામાં આવ્યું હતું કે, ચંદ્ર પર બરફ આમતેમ – વેરણ છેરણ પડયો છે. દક્ષિણ ધ્રુવ પર વધુ પડતો બરફ લ્યુનર ક્રેટર્સ પર જમા થયો છે. ચંદ્રમાની સપાટી પર પાણીનો બરફ મૌજૂદ છે.