ચંદીગઢમાં રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં ઍર શો યોજાયો

 

ચંદીગઢઃ ભારતીય વાયુસેનાના ૯૦ વર્ષ પૂર્ણ થયા છે. વખતે વાયુસેનાનો મુખ્ય કાર્યક્રમ ચંદીગઢમાં પરેડ અને ઍર શો થઇ રહ્ના છે. સુખના તળાવમાં યોજાઇ રહેલા ઍર શોમાં રાફેલ અને તેજસ સહિતના વિવિધ ફાઇટર જેટ રોમાંચક પરાક્રમો કરી રહ્નાં છે. સૂર્યકિરણ વિમાનોના શ્વાસ થંભાવી દેનારા પ્રદર્શનોને આવરી લેવામાં આવ્યું છે. સારંગ ટીમે પણ અનોખા કરતબ બતાવ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ રાષ્ટ્રપતિ મુર્મુ, રક્ષા મંત્રી રાજનાથ, રાજયપાલ અને પંજાબ અને હરિયાણાના મુખ્યમંત્રી હાજર રહ્નાં હતા.

રાફેલ, તેજસ, જગુઆર સહિતના ફાઇટર પ્લેનના પરાક્રમે લોકોને દાંત નીચે આંગળી દબાવવા મજબૂર કર્યા હતા. વીવીઆઇ સહિત સુખના તળાવ ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિતિ લોકો ખૂબ રોમાંચિત થયા હતા. જયારે સારંગની ટીમે આકાશ દ્વારા હૃદયની નિશાની કરી તો લોકો સ્તબ્ધ થઇ ગયા હતા. પહેલા સૂર્ય કિરણ ટીમના વિમાનોઍ પોતાના પરાક્રમથી અદ્ભૂત કારનામા કર્યા હતા. ગાઝિયાબાદના હિંડન ઍરફોર્સ સ્ટેશન પછી ચંદીગંઢમાં પ્રથમ વખત ઍરફોર્સ ડે પરેડનું આયોજન કરવામાં આવી રહ્નાં છે. વાયુસેનાના ફાઇટર જેટ આકાશમાં અદ્ભૂત કરતબ બતાવ્યા હતા. લગભગ ૩૫,૦૦૦ લોકો સુખના તળાવમાં ઍર શો જોવા માટે આવ્યા હતા. ફાઇટર પ્લેનના કરતબ જોઇને લોકો રોમાંચિત થઇ ગયા હતા. વિમાનોના ગડગડાટથી આખું શહેર ગુંજી ઉઠ્યું હતું. લોકો ફાઇટર જેટને પોતાના મોબાઇલમાં કેદ કરી લીધા હતા.

સુખના તળાવ પર દેશભકિતના ગીતો ગુંજ્યા હતા. ‘જય હોગીતથી તળાવ પર ઉપસ્થિત લોકોમાં દેશભકિતની ભાવના છવાઇ ગઇ હતી. બીજી તરફ સૂર્ય કિરણ ટીમના પરાક્રમને લોકો રોમાંચિત થઇ ગયા હતા. પ્રસંગે ઍર ચીફ માર્શલ વી. કે. ચૌધરીઍ તમામને વાયુસેના દિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્નાં કે સમયની જરૂરિયાતો અનુસાર વાયુસેના સતત પોતાને હાઇટેક બનાવી રહી છે. અમે દરેક પગલામાં સુધાર કરી રહ્ના છીઍ. દેશની સંરક્ષણ જરૂરિયાતોને પહોંચી વળવા માટે આત્મનિર્ભરતા અને મેડ ઇન ઇન્ડિયા પર ભાર મૂકવામાં આવી રહ્ના છે. ઍર શોના અંતે રાફેલના શાનદાર પ્રદર્શન અને રાષ્ટ્રગીત સાથે સમારોહનું સમાપન થયું હતું.