ઘૂંઘરુના ઝંકાર અને નર્તનથી મોઢેરામાં યોજાયેલા દ્વિદિવસીય ઉત્તરાર્ધ મહોત્સવમાં નયનરમ્ય નજારો સર્જાયો હતો.

ઘૂંઘરુના ઝંકાર અને નર્તનથી મોઢેરામાં યોજાયેલા દ્વિદિવસીય ઉત્તરાર્ધ મહોત્સવમાં નયનરમ્ય નજારો સર્જાયો હતો. વિશ્વપ્રસિદ્ધ ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિરમાં યોજાયેલા મહોત્સવમાં જિલ્લા પ્રભારી મંત્રી વિભાવરીબહેન દવે હાજર રહ્યાં હતાં. પ્રથમ દિવસે પદ્મશ્રી ડો. ઇલેના સિટારિસ્ટ્રી ઓડિસી, ઐશ્વર્યા વરિયર, સુચારિતા ત્રિપાઠી, ડિમ્પલ ડેપ્યુટી, શકુંતલા ઓઝા, શીતલ બારોટે કલારસિકોને મંત્રમુગ્ધ કર્યા હતા. અંતિમ દિવસે રમતગમત-યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી ઈશ્વરસિંહ પટેલ હાજર રહ્યા હતા. બીજા દિવસે પદ્મશ્રી દેવયાનીકુમારી, ગુરુ પાલીચંદ્ર અને શિષ્ય મૈથિલી પટેલ, ડો. વસુંધરા ડોરાસ્વામી, મેઘના શાહ, નીતા આચાર્ય, એશા જોશી દ્વારા નૃત્ય રજૂ થયું હતું.