ગ્રામીણ ભારતને હાઇ સ્પીડ ઇન્ટરનેટથી જોડવા નરેન્દ્ર મોદી સરકારે જાહેર કરી આ યોજના

 

 

નવી દિલ્હીઃ અંબાણીની રિલાયન્સ જિયો પછી દેશની મોટા ભાગની વસતિને સસ્તુ 4G ઇન્ટરનેટ મળ્યુું, જો કે એ વાત અલગ છે કે પાછળથી જિયોના ભાવ વધારી દેવાયા અને એના કારણે વોડાફોન એરટેલ જેવી ટોચની કંપનીઓને માર્કેટમાં ટકી રહેવા સસ્તા ભાવે ઇન્ટરનેટ આપવુ મોંઘુ રહ્યું હતું.

સરકારે બુધવારે એક એવી સ્કીમ લાગુ પાડી છે કે જેમાં આખા દેશમાં લાખ જેટલા પબ્લિક જાહેર હોટસ્પોટ ઊભા કરાશે. આનો કન્સેપ્ટ એવો છે કે સરકાર હાઇસ્પીડ WIFI પ્રોવાઇડર સાથે સંકલન કરશે. ધારો કે તમે એક દુકાન ચલાવો છો, તમારી દુકાનમાં WIFI છે, તો સરકાર તમારી સાથે સંકલન કરશે, જો તમારા અને સરકાર વચ્ચે સમજૂતી થઇ જાય તો તમે તમારી દુકાનનું WIFI જાહેર કરી દેશો. આમ દેશમાં લાખ જેટલા WIFI હોટસ્પોટ ઊભા કરાશે.

બુધવારે યુનિયન કેબિનેટે મંજૂર કરેલી યોજનાનું નામ વાણી છે. ૯૦ના દાયકામાં જે રીતે PCO હતા, એમ ૨૦૨૦થી લોકોને જાહેરWIFI મળશે. જેમ એરપોર્ટ અને મેટ્રો સ્ટેશન પર મળે છે. હવે અહીં સૌથી અગત્યની વાત એ છે કે આના સરકાર પૈસા વસૂલ કરશે. જે સમાન્ય સર્વિસ પ્રોવાઇડર કરતા સ્વાભાવિક રીતે ઓછા હશે. તમારે UPI જેમ એક વોલેટ  બનાવવું પડશે, જેમાં કટલાક રૂપિયા જમા હોય પછી આ વોલેટમાંથી જ રકમ કપાતી રહેશે.

TRAI (Telecom Regulatory Authority of India) Public Data office Aggregators (PDOAs)  ઊભા કરવાનું કામ વર્ષો પહેલા સૂચવ્યું હતું. આમ હવે ટૂંક સમયમાં દેશમાં ઠેર ઠેર WIFI હોટસ્પોટ ઊભા થશે અને મોદીનું ડિજિટલ ઇન્ડિયાનું સપનું સાકાર થશે. જો કે આ યોજના કેટલા સમયમાં પૂરી થશે અને કેટલી અસરકારક હશે એ તો તે એકવાર શરૂ થયા પછી જ ખબર પડશે. પણ હવે આપણે પણ આ યોજના માટે તૈયાર રહેવાની જરૂર છે