ગ્રહણી – નિદાન અને ચિકિત્સા

મળત્યાગ પ્રવૃતિમાં બદલાવ અને ઉદરવ્યથા સાથે ઓચિંતી કબજિયાત, ક્યારેય પણ પાતળો ઝાડો કે પછી દુર્ગંધવાળો મળત્યાગ કે પછી આફરો થવો એ બધાં જ લક્ષણો ગ્રહણીનાં છે. આઇ.બી.એસ.ના દર્દી ઘણા દિવસોથી પીડિત હોય છે, પરંતુ પોતાની કબજિયાત તરફ ધ્યાન નહિ આપીને ફીણવાળા મળત્યાગને જ મળપ્રવૃતિ માને છે. આયુર્વેદમાં આઇ.બી.એસ.ને ગ્રહણીની સાથે તુલના કરવામાં આવી છે.
કારણઃ આજકાલની ભાગદોડની ઝડપી જીવનધારામાં ખાવાપીવામાં અસંતુલન અને માનસિક તનાવગ્રસ્ત વ્યક્તિઓમાં આ રોગ જલદી જોવા મળે છે. વધારે પડતું તેલ, મસાલાવાળો આહાર, ઋતુપરિવર્તન, સમય તથા મળમૂત્ર વેગને દબાવી રાખવું – આવાં ઘણાં કારણોથી ગ્રહણી થઈ શકે છે. માટે તેનું કોઈ એક ખાસ કારણ બતાવવું મુશ્કેલ છે. કેટલીક સ્ત્રીઓને પ્રસવ પછી પ્રદૂષિત ખાનપાનથી પણ આ બીમારી થઈ જતી હોય છે, જેને બોલચાલની ભાષામાં પ્રસૂતિકાલ પણ કહેવાય છે. પુરુષોની તુલનામાં મહિલાઓ વધારે આ રોગથી પીડાતી જોવા મળે છે. શરીરમાં વાતાદિદોષ પ્રકુપિત થઈને ક્ષીણ જઠરાગ્નિ સાથે મળી કે પાચ્યનાશાય અથવા ષષ્ઠિ પિત્તધરાને દૂષિત કરીને ગ્રહણી નામની બીમારી ઉદ્ભવે છે.
પૂર્વરૂપઃ વધારે તરસ લાગવી, ભોજનમાં અરુચિ, પાચનમાં ગરબડી, ભારેપણું, ખાંસી, થાક, બેચેની અને કાનમાં અવાજ સંભળાયા કરે આ બધું ગ્રહણી થતાં પહેલાં થાય છે.
લક્ષણઃ 1. પેટમાં મરોડ આવે અથવા દુખવા સાથે ક્યારેક કઠણ તો ક્યારેક પ્રવાહીરૂપ મળત્યાગ એ તેનું મુખ્ય લક્ષણ છે.
2. તીવ્ર દુર્ગંધ અને ફીણવાળો મળત્યાગ થવો.
3. મળત્યાગ પછી પણ હજી મળત્યાગ બાકી રહી ગયો છે તેવું લાગ્યા કરવું
4. રોગીને પેટમાં ભારે ભારે લાગવું કે આફરો થવો.
5. પેટમાંથી અવાજ આવતો હોય તેવું રોગીને લાગ્યા કરે.
6. રોગીનું શરીર દૂબળું થઈ જવું, શક્તિહીન થઈ ગયું હોય તેમ થાકેલું શરીર રહે કે પછી ચીડિયો સ્વાભાવ થઈ જાય કે પછી કંઈ પણ ખાતાં બીક લાગ્યા કરે
7. ભોજનમાં અરુચિ થવી, છાતીમાં બળતરા, માથામાં દુખાવો, વારે વારે પેશાબ થવો કે ઘણાને મોઢામાંથી દુર્ગંધ આવવી પણ જોવા મળે છે.
દોષજ ભેદ અને લક્ષણઃ વાતજ ગ્રહણી – છાતી પેટ અને ગુદામાં સોય ભોંકાતી હોય તેવો દુખાવો થવો, ત્વચા પણ દુખે, ગળા અને મોઢામાં ખંજવાળ આવવી, વધારે ભૂખ કે તરસ લાગવી, ફીણવાળો ખોરાક પચ્યા વિનાનો ઝાડો થવો, માનસિક તનાવગ્રસ્ત રહેવું – આ લક્ષણ વાતજ ગ્રહણીનાં છે.
પિત્તજ ગ્રહણીઃ અરુચિ, વધારે તરસ, છાતીમાં બળતરા, ઓડકાર આવવા, આંખ, નખ અને મળનો રંગ સામાન્ય પીળો હોવો.
કફજ ગ્રહણીઃ શરીર અને પેટમાં ભારેપણું, મોઢામાં મીઠાશ હોવી, અરુચિ, ગભરામણ થવી, થાક લાગવો, ખાંસી અને શરદી, સફેદ કે ફીણવાળો મળત્યાગ અને યૌનક્રિયા પ્રત્યે અણગમો થવો – આ કફજ ગ્રહણીનાં લક્ષણ છે.
સન્નિપાતિક ગ્રહણીઃ આ ગ્રહણીમાં વાત, પિત્ત અને કફ ત્રણેય ઉપદ્રવ દેખાય છે. ત્રણેય દોષનું મિરશ્રત ભાવને કારણે મિરશ્રત લક્ષણ જોવા મળે છે.
ઉપદ્રવઃ યોગ્ય ચિકિત્સા ન મળવાથી ઘણા ઉપદ્રવ જોવા મળે છે. છાતીમાં તીવ્ર બળતરા, ઘૂંટણ અને પગમાં દુખાવો બળતરા અને ઝણઝણાટી થાય છે. રોગીને હમેશાં ચિંતા થયા કરે અને દૈનિક કામકાજ પણ બરાબર રીતે થઈ શકતાં નથી. લાંબા સમયથી થયેલી ગ્રહણીવાળા રોગીમાં ધાતુક્ષ્ય પણ જોવા મળે છે. કેટલીક ગ્રહણીપીડિત મહિલાઓમાં વધારે સમય ગ્રહણી રહે તો શ્વેતપ્રદર અને વંધ્યત્વ આવી જાય છે.
ચિકિત્સાઃ રોગીને પોતાના ખાનપાન પર નિયંત્રણ રાખવું પડે, વધારે તેલ, ગરમ મસાલા, તીખો ખોરાક છોડીને સાદો આહાર લેવો જોઈએ. રોગીને આશ્વાસન આપવું જોઈએ, ભૂખ લાગવી અને પાચન થાય તે માટે ઔષધિઓનો પ્રયોગ લાભપ્રદ હોય છે. કડાછાલ, મોથ, ગુડૂચી, શુક્તિ, પિપ્પલી, આમલકી રસ પાચન માટે બહુ જ ફાયદાકારક ઉપચાર છે. દોષની સ્થિતિ અને રોગીને તપાસ્યા પછી વૈદ્ય સાથે પરામર્શ કર્યા પછી અહીં જણાવેલી ઔષધિ રોગ મટાડવા માટે લેવી.
ચિત્રકાદિ વટી – એક એક ગોળી સવાર-સાંજ કાલસકાદિ કવાથ સાથે.
દાડિમાષ્ટક ચૂર્ણ બૃહત લબગાદિ મોદક એક-એક ચમચી દિવસમાં બે વાર.
મુસ્તારિષ્ટ -15દ્બઙ્મ દિવસમાં બે વાર જમ્યા પછી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here