ગૌહત્યા પર પ્રતિબંધ હોવો જોઈઍઃ અલ્હાબાદ હાઈકોર્ટ

 

અલ્હાબાદઃ અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની સૂચન કર્યું છે. કોર્ટે કહ્નાં, ગાય ભારતીય સંસ્કૃતિનો મહત્વનો ભાગ છે. તેથી ગાયોની સુરક્ષાને હિન્દુઓના મૌલિક અધિકારમાં સામેલ કરવી જોઈઍ. કોર્ટે કહ્નાં અમને આશા છે કે કેન્દ્ર સરકાર દેશમાં ગૌહત્યા પર પ્રતિબંધ લગાવવા અને ગાયોને સંરક્ષિત રાષ્ટ્રીય પશુ જાહેર કરવા માટે જલદી યોગ્ય નિર્ણય લેશે.

ગૌહત્યાના ઍક કેસની સુનાવણી દરમિયાન કોર્ટે ટિપ્પણી કરી હતી. જસ્ટિસ શમીમ અહેમદે ૧૪ ફેબ્રુઆરીઍ ઉત્તર પ્રદેશ પ્રિવેન્શન અોફ કાઉ સ્લોટર ઍક્ટ, ૧૯૫૫ હેઠળ ઍક વ્યક્તિ વિરૂદ્ધ ફોજદારી કાર્યવાહીને રદ કરવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. કોર્ટે કહ્નાં, ‘અમે ઍક ધર્મનિરપેક્ષ દેશમાં રહીઍ છીઍ અને તમામ ધર્મોનું સન્માન કરવું જોઈઍ.’

જસ્ટિસ શમીમ અહમદે કહ્ના હિન્દુ ધર્મમાં માન્યતા છે કે ગાય દેવીય અને પ્રાકૃતિક ઉપકારની પ્રતિનિધિ છે. તેથી તેની રક્ષા અને સન્માન કરવું જોઈઍ. મહત્વનું છે કે અરજીકર્તા બારાબંકી નિવાસી મોહમ્મદ અબ્દુલ ખાલિકે પોતાની અરજીમાં દલીલ આપી હતી કે પોલીસે કોઈ પૂરાવા વગર તેના પર કેસ કર્યો છે. તેથી તેની વિરૂદ્ધ ઍડિશનલ મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટની અદાલતમાં ચાલી રહેલી કાર્યવાહીને રદ્દ કરવી જોઈઍ. અરજીને ફગાવી દેતાં ખંડપીઠે કહ્નાં હતું કે, *રેકર્ડ પરના તથ્યો પરથી, અરજદાર સામે પ્રથમ દૃષ્ટિઍ કેસ કરવામાં આવે છે. કેસમાં જસ્ટિસ શમીમ અહેમદે કહ્નાં, ‘હિંદુ ધર્મમાં ગાયને દૈવી ભેટ તરીકે વર્ણવવામાં આવી છે. દંતકથા અનુસાર, દેવતાઓ અને દાનવો વચ્ચેના સમુદ્ર મંથનથી ગાયની ઉત્પત્તિ થઈ હતી. તેને સોંપવામાં આવી હતી.’ ન્યાયાધીશે વધુમાં ઉમેયુ કેગાયને વિવિધ દેવતાઓ સાથે પણ સાંકળવામાં આવી છે. ખાસ કરીને ભગવાન શિવ, જેનો નંદી ઍક બળદ છે. ભગવાન ઈન્દ્ર કામધેનુ સાથે ગાઢ સંબંધ ધરાવે છે. ભગવાન કૃષ્ણ તેમની યુવાનીમાં ગાયો ચરતા હતા.’ ન્યાયાધીશ શમીમ અહમદે કહ્ના ગાયના પગને ચાર વેદોનું પ્રતિક માનવામાં આવે છે. તેના દૂધમાં ચાર પુરૂષાર્થ (ધર્મ, અર્થ, કામ અને મોક્ષ)નું મિશ્રણ હોય છે. જે પણ ગાયને મારે છે કે બીજાને તેને મારવાની મંજૂરી આપવામાં આવે છે, તેણે વર્ષો સુધી નરકમાં ભોગવવું પડે છે.