ગૌત્તમ અદાણીએ ત્રણ દિવસમાં ૩૪ અબજ ડોલર ગુમાવ્યા

 

નવી દિલ્હી: હિંડેનબર્ગ રિપોર્ટમાં થયેલા ખુલાસા બાદ એશિયાના સૌથી ધનિક વ્યકિતઓમાંના એક ગૌત્તમ અદાણીને ભારે નુકસાન થયું છે. તેમની ગ્રુપ કંપનીઓને ત્રણ દિવસમાં ૩૪ અરબ ડોલરનું નુકસાન થયું છે. ગૌત્તમ અદાણી બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેકસમાં ટોપ ટેન ધનિકોની યાદીમાંથીપણ બહાર થઇ ગયા છે. ગૌત્તમ અદાણીની કુલ સંપત્તિ ઘટીને ૮૪.૪ અરબ ડોલર થઇ ગઇ છે. તે હવે રિલાયન્સના માલિક મુકેશ અંબાણથી માત્ર એક પંકિત ઉપર છે. અંબાણીની કુલ સંપત્તિ ૮૨.૨ બિલિયન ડોલર છે. ૨૫ જાન્યુઆરીના રોજ, હિંડેનબર્ગ અદાણી ગ્રુપ અંગે ૩૨,૦૦૦ શબ્દોનો અહેવાલ બહાર પાડ્યો હતો. અદાણી ગ્રુપના સ્થાપક ગૌત્તમ અદાણીની સંપત્તિ શેરના ભાવમાં વધારાને કારણે ત્રણ વર્ષમાં એક અરબ ડોલર વધીને ૧૨૦ અરબ ડોલર થઇ છે, એમ અહેવાલમાં જણાવાયું છે.