ગૌતમ ગુલાટી ફરી બોલીવુડના પરદે આવી રહ્યો છે…

 

ટીવીના પરદે મહાભારત , કસમ સે, તુજ સંગ પ્રીત લગાઈ સજના, પ્યાર કી એક કહાની, દિયા ઓર બાતી હમ, ઝલક દિખલા જા, બિગ બોસ, મુજસે શાદી કરોગે, વગેરે શોમાં ભૂમિકા ભજવનાર કલાકાર ગૌતમ ગુલાટી અગાઉ ઓપરેશન કોબ્રા નામની વેબ સિરિઝમાં પણ કામ કરી ચુક્યો. તેણે અઝહર, ડરપોક, બહેન હોગી તેરી સહિતની ફિલ્મોમાં પણ નાની મોટી ભૂમિકાઓ ભજવી છે. તાજેતરમાં ગૌતમે ફિલ્મ વર્જિન  ભાનપ્રિયાના એક દ્રશ્યની તસવીર સોશ્યલ મિડિયા પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, મુબારક નહિ બોલોગે?. આ તસવીરમાં ગૌતમ અને ઉર્વશી રૌતેલા લગનમંડપમાં ફેરા ફરતા હોય એવું દ્રશ્ય રજૂ કરાયું છે. ઉર્વશી ફિલ્મમાં કોલેજમાં ભણતી યુવતીની ભૂમિકા ભજવી રહી છે. તેનો પરિવાર રુઢિચુસ્ત છે. આ ફિલ્મ ટૂંક સમયમાં ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ કરવામાં આવશે.