ગૌતમ અદાણી બાંગ્લાદેશમાં વીજળી મોકલશે, પ્રોજેક્ટનો સંપૂર્ણ પ્લાન જણાવ્યો

 

નવી દિલ્હી: ગૌતમ અદાણી કંપની અદાણી પાવર, બાંગ્લાદેશ સુધી વીજળી આપશે. હકીકતમાં એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ ગૌતમ અદાણીએ દિલ્હીમાં બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત બાદ ગૌતમ અદાણીએ એક ટ્વિટર પોસ્ટમાં આ જાણકારી આપી છે. આ સાથે તેમણે યોજના વિશે વિસ્તારથી જણાવ્યું હતું.  અદાણી સમૂહે આ વર્ષે પૂર્વી ભારતમાં એક કોલસાથી ચાલતા પ્લાન્ટથી બાંગ્લાદેશને વીજળીની નિકાસ શ‚ કરવાની યોજના બનાવી છે. ગૌતમ અદાણી પ્રમાણે ઝારખંડ સ્થિત ૧૬૦૦ મેગાવોટના ગોડ્ડા પાવર પ્રોજેક્ટ અને બાંગ્લાદેશને સમર્પિત ટ્રાન્સમિશન લાઇનને ૧૬ ડિસેમ્બર ૨૦૨૨ના દેશના વિજય દિવસ સુધી ચાલૂ કરવાની તૈયારી છે. ગૌતમ અદાણીનો આ પ્રોજેક્ટ પાડોશી દેશોમાં ભારતના વધતા દબદબાનું એક ઉદાહરણ છે. તમને જણાવી દઈએ કે અદાણી ગ્રુપે મોટા પાયે શ્રીલંકામાં રોકાણ કર્યું છે. વર્તમાનમાં ગૌતમ અદાણી એશિયાના સૌથી ધનીક વ્યક્તિ છે. બ્લૂમબર્ગ બિલેનિયર ઇન્ડેક્સ પ્રમાણે ગૌતમ અદાણીની સંપત્તિ ૧૪૧ મિલિયન ડોલર છે અને તે વિશ્ર્વના ત્રીજા સૌથી ધનવાન વ્યક્તિ છે.