ગૌતમ અદાણી એશિયાના ટોચના દાનવીર બન્યા: આ યાદીમા બે ભારતીયો સામેલ

 

નવી દિલ્હી: અદાણી ગ્રુપના ચેરમેન અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણી, એચસીએલ ટેક્નોલોજિસના શિવ નાદર અને હેપીએસ્ટ માઇન્ડ ટેક્નોલોજીના અશોક સૂતા એ ત્રણ ભારતીયો છે જેમણે ફોર્બ્સ એશિયાના ટોચના પરોપકારીઓની યાદીમાં સ્થાન મેળવ્યું છે. આ સિવાય મલેશિયન-ભારતીય બિઝનેસમેન બ્રહ્મલ વાસુદેવન અને તેમની વકીલ પત્ની શાંતિ કંડિયાનું નામ આ યાદીમાં છે. તેઓ ભારત અને મલેશિયામાં પરોપકાર માટે ખર્ચ કરી રહ્યા છે. ફોર્બ્સની આ ૧૬મી આવૃત્તિ બહાર પાડવામાં આવી છે.

ગૌતમ અદાણી ભારતના સૌથી મોટા પરોપકારી બની ગયા છે. આ વર્ષે જૂનમાં જ્યારે તે ૬૦ વર્ષના થયા ત્યારે તેણે ૬૦,૦૦૦ કરોડ ‚પિયાનું દાન આપ્યું હતું. આ રકમ અદાણી ફાઉન્ડેશન દ્વારા આરોગ્ય, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ પાછળ ખર્ચવામાં આવશે. અદાણી ફાઉન્ડેશનની સ્થાપના ૧૯૯૬માં કરવામાં આવી હતી. તેના ચેરપર્સન ગૌતમ અદાણીની પત્ની પ્રીતિ અદાણી છે. અદાણી ફાઉન્ડેશન સમગ્ર ભારતમાં દર વર્ષે ૩.૭ મિલિયન એટલે કે ૩૭ લાખ લોકોને મદદ કરે છે.

શિવ નાદરનું નામ ફોર્બ્સ એશિયા હીરોઝ ઓફ ફિલાન્થ્રોપીની ૧૬મી આવૃત્તિમાં પણ સામેલ છે, જેમણે છેલ્લા દાયકામાં તેમના શિવ નાદર ફાઉન્ડેશન દ્વારા સામાજિક કારણો પર લગભગ એક અબજ ડોલર ખર્ચ્યા છે. આ વર્ષે તેણે ફાઉન્ડેશનને ૧૧૬૦ કરોડ ‚પિયા (઼૧૪૨ મિલિયન) આપ્યા છે. તેમણે ૧૯૯૪માં આ ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. શિવ નાદર ણ્ઘ્ન્ ટેક્નોલોજીના સહ-સ્થાપક હતા. ૨૦૨૧માં, તેણે પોતાની જાતને એક્ઝિક્યુટિવ ભૂમિકાઓથી દૂર કર્યાં હતાં. તેમણે ફાઉન્ડેશન દ્વારા શાળાઓ અને યુનિવર્સિટીઓ બનાવી છે. ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓમાં તેમની પત્ની કિરણ નાદર, પુત્રી રોશની નાદર મલ્હોત્રા અને જમાઈ શિખર મલ્હોત્રાનો પણ સમાવેશ થાય છે.

હેપીએસ્ટ માઇન્ડ ટેક્નોલોજીસના ૮૦ વર્ષીય એક્ઝિક્યુટિવ ચેરમેન અશોક સૂતાએ ફોર્બ્સ એશિયાના ટોચના પરોપકારીઓમાં પણ સ્થાન મેળવ્યું છે. તેમણે ૨૦૨૧માં સ્થપાયેલા મેડિકલ રિસર્ચ ટ્રસ્ટને ૬ અબજ ‚પિયાનું દાન આપ્યું છે. તેણે લ્ધ્ખ્ફ્ ને ૨ અબજ ‚પિયા આપીને તેની શ‚આત કરી હતી, એટલે કે વૃદ્ધત્વ અને ન્યુરોલોજીકલ બીમારીઓ માટેનું વૈજ્ઞાનિક જ્ઞાન. હવે તેણે ત્રણ ગણું વધુ દાન કર્યું છે. તેઓ આ રકમ ૧૦ વર્ષમાં રિલીઝ કરશે