ગોવાના મુખ્યપ્રધાન મનોહર પારિકરને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા છે

0
852

ગોવાના મુખ્યપ્રધાન મનોહર પારિકરને આંતરડાની ગંભાર બીમારીને કારણે  સારવારમાટે તાત્કાલિક મુંબઈની જાણીતી લીલાવતી હોસ્પિટલમાં  દાખલ કરાયા હોવાનું જાણવા મળ્યું હતું. ગોવામાં ચાલી રહેલા વિધાનસભા સત્રને ટૂંકાવીને 4 દિવસનું કરી દેવામાં આવ્યું હતું. પારિકરની તબિયત અંગે જાણકારી લેવા ઉપરાષ્ટ્ર પતિ વેંકૈયા નાયડૂએ તેમની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હોસિપટલમાં જઈને પારિકરના ખબરઅંતર પૂછ્યા હતા. પીએમઓ સતત હોસ્પિટલના સંપકર્માં રહીને પારિકરની તબિયત વિષે માહિતગાર રહેતું હોવાનું જણાવવામાં આવ્યું હતું.