ગોવાના નવા મુખ્યપ્રધાન બન્યા પ્રમોદ સાવંત

0
813

 

Reuters

  ગોવાના અતિ લોકપ્રિ્ય મુખ્યપ્રધાન અને કર્મઠ તથા સાદગી પ્રિય નેતા મનોહર પાર્રિકરનું દુખદ  નિધન થવાથી ગોવાના નવા મુખ્યપ્રધાન તરીકે પ્રમોદ સાવંતની વરણી કરવામાં આવી હતી. તેમની સાથે બે ઉપ- મુખ્યમંત્રી રહેશે. ભારતીય જનતા પક્ષના સાથીદાર પક્ષો ગોવા ફોરવર્ડ પાર્ટી (જીએફપી) અને મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટીના વિધાન સભ્યો વિજય સરદેસાઈ અને સુદીન ઘાવલીકર ઉપ- મુખ્યમંત્રીપદ સંભાળશે. ગોવાના મોખરી રાજકીય પક્ષોના આગેવાનો સાથે વિચાર- વિમર્શ કર્યા બાદ ઉપરોક્ત ઘોષણા કરવામાં આવી હોવાનું સત્તાવાર સમાચાર સૂત્રોએ જણાવ્યું હતું.