ગોલમાલ હૈ ભાઈ, સબ ગોલમાલ હૈ .. ગોલમાલ -5 આવી રહી છે..

0
607

 

નિર્માતા- નિર્દેશક રોહિત શેટ્ટીનો સિતારો અત્યારે બુલંદી પર છે. એની ફિલ્મો સતત ટિકિટબારી પર ટંકશાળ પાડતી રહે છે.રોહિત શેટ્ટીની હાલમાં રજૂ થયેલી રણવીર સિંહ અભિનિત શિમ્બા એ રૂા.350 કરોડથી  વધુની કમાણી કરી લીધી છે. રોહિત શેટ્ટી નિર્દેશિત ગોલમાલ સિરિઝ- 1-4 સુપર ડુપર હિટ થઈ હતી. તુષાર કપૂર, કુણાલ ખેમૂ, અરશદ વારસી, શ્રેયસ તલપડેએ આ કોમેડી ફિલ્મમાં અફલાતૂન અભિનય કરીને લોકોની પ્રશંસા મેળવી હતી. તાજેતરમાં ફિલ્મના અભિનેતા શ્રેયસ તલપડેએ જણાવ્યું હતું કે, હાલમાં રોહિત શેટ્ટી   અક્ષયકુમાર સાથે સૂર્યવંશમ બનાવી રહ્યા છે. આથી એ ફિલ્મ પત્યા બાદ જ ગોલમાલ-5 નું કામકાજ શરૂ કરવામાં આવશે.