‘ગોપિયો’ ન્યુ જર્સી ચેપ્ટર દ્વારા વિવિધ સામુદાયિક અગ્રણીઓનું સન્માન

ધ ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન ઓફ પીપલ ઓફ ઇન્ડિયન ઓરિજિન, સેન્ટ્રલ ન્યુ જર્સી ચેપ્ટર (ગોપિયો-સીજે) દ્વારા દસમો વાર્ષિક સમારંભ ત્રીજી જૂને ન્યુ જર્સીમાં મોનમાઉથ જંક્શન એમ્બર્સ બેન્ક્વેટ્સમાં યોજાયો હતો. સમારંભમાં પરીખ વર્લ્ડવાઇડ મિડિયાના ચેરમેન-પબ્લિશર પદ્મશ્રી ડો. સુધીર પરીખને એવોર્ડથી સન્માનિત કવામાં આવ્યા હતા. તસવીરમાં (ડાબેથી બીજા) ડો. સુધીર પરીખ પ્રવચન કરી રહ્યા છે. તેમની સાથે (ડાબે) સંદીપ ચક્રવર્તી, ડો. થોમસ અબ્રાહમ, ડો. રાજીવ મહેતા નજરે પડે છે.

ન્યુ જર્સીઃ ધ ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન ઓફ પીપલ ઓફ ઇન્ડિયન ઓરિજિન, સેન્ટ્રલ ન્યુ જર્સી ચેપ્ટર (ગોપિયો-સીજે) દ્વારા દસમો વાર્ષિક સમારંભ ત્રીજી જૂને ન્યુ જર્સીમાં મોનમાઉથ જંક્શન એમ્બર્સ બેન્કવેટ્સમાં યોજાયો હતો. સમારંભમાં 400થી વધુ મહેમાનો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
વિવિધ ભારતીય-અમેરિકનોને યુનાઇટેડ સ્ટેટ્સમાં, ભારતમાં અને અહીં વસતા સમુદાય માટે આપેલા તેઓના માતબર પ્રદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.
ન્યુ યોર્કસ્થિત ભારતીય કોન્સલ જનરલ સંદીપ ચક્રવર્તી સમારંભના મુખ્ય મહેમાન હતા અને તેમણે પોતાના પ્રવચનમાં ગોપિયોની તેની કામગીરી બદલ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે ભારત સરકાર ડાયસ્પોરા સાથે સંકળાયેલી આ સંસ્થા પ્રત્યે સદાય ધ્યાન આપી રહી છે. તેમણે ભારતીય-અમેરિકનોને યુવા પેઢીને નો-ઇન્ડિયા પ્રોગ્રામ માટે અરજી કરવા પ્રોત્સાહિત કરવાની અપીલ કરી હતી, જે બીજી પેઢીના ડાયસ્પોરા યુવાનોને ભારત મોકલે છે.
સમારંભમાં ઉપસ્થિત અન્ય મહાનુભાવોમાં ન્યુ જર્સી ડેમોક્રેટિક એસેમ્બલીમેન રાજ મુખરજી અને એન્ડ્રુ ઝીકર, સાઉથ બ્રન્સવીક મેયર ચાર્લી કાર્લી અને વેસ્ટ વિન્ડસર મેયર હેમંત મરાઠેનો સમાવેશ થતો હતો.
કાર્યક્રમ દરમિયાન ગોપિયો-સીજેના નવા પ્રેસિડન્ટ તરીકે ડો. તુષાર પટેલે વિદાયમાન પ્રેસિડન્ટ સુરેશ રેડ્ડી પાસેથી ચાર્જ સંભાળ્યો હતો. આ સંસ્થાની સ્થાપના દસ વર્ષ અગાઉ થઈ હતી.
ડો. પટેલે જણાવ્યું હતું કે મારો એજન્ડા સંસ્થાનું સભ્યપદ વધારવાનો છે અને સંસ્થાને નવી ઊંચાઈએ લઈ જવાનો છે, જે સ્થાનિક સમુદાયને આરોગ્ય, ભેદભાવ, આંતરિક હિંસા, વરિષ્ઠ નાગરિકોની સમસ્યાઓ વગેરે મુદ્દાઓ બાબતે મદદ કરી શકે.
સમારંભમાં પરીખ વર્લ્ડવાઇડ મિડિયાના ચેરમેન-પબ્લિશર પદ્મશ્રી ડો. સુધીર પરીખને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વિવિધ મહાનુભાવોનું પણ સન્માન કરાયું હતું.
ડિસ્ટ્રિક્ટ-6નું પ્રતિનિધિત્વ કરતા કોંગ્રેસમેન ફ્રેન્ક પેલોન જુનિયર (ડી-એનજે)ને ‘ફ્રેન્ડ ઓફ ઇન્ડિયા’ તરીકે સમાવિષ્ટ કરવામાં આવ્યા હતા. તેમણે યુએસ કોંગ્રેસમાં ઇન્ડિયન કોકસના ચેર તરીકે સેવા આપી છે. શ્રી કૃષ્ણ નિધિ (એસકેએન) ફાઉન્ડેશનને સમુદાય પ્રત્યે લાંબા સમયથી આપેલી સામુદાયિક સેવા બદલ સન્માનિત કરવામાં આવ્યું હતું. યુએસ ફાર્મા લેબ્સના ફાઉન્ડર અશોક લુહાડિયા અને મારલેબ્સના સીબી વદાકેકારાને અપ્રતિમ ઉદ્યોગસાહસિક તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. ઓમ ડાન્સ ક્રિયેશન્સનાં ફાઉન્ડર અને ડિરેક્ટર રીના શાહને પરફોર્મિંગ આર્ટ્સમાં પ્રદાન બદલ સન્માન કરવામાં આવ્યાં હતાં.
મિડિયામાં સિદ્ધિ હાંસલ કરવા બદલ બે એવોર્ડ્સ પરીખ વર્લ્ડવાઇડ મિડિયાના ચેરમેન-પબ્લિશર પદ્મશ્રી ડો. સુધીર પરીખને અને ટીવી એશિયાના ચેરમેન-સીઈઓ એચ. આર. શાહને એનાયત કરવામાં આવ્યા હતા. ડો. સુધીર પરીખ યુનાઇટેડ સ્ટેટ્સમાં સૌથી વિશાળ ભારતીય અમેરિકન પ્રકાશન જૂથ છે, જેણે તાજેતરમાં ટેલિવિઝન ચેનલ આઇટીવી ગોલ્ડ હસ્તગત કરી છે. ડો. પરીખે ભારત-અમેરિકી સંબંધોને સુધારવા, બીજી પેઢીના ભારતીય-અમેરિકનોને રાજકારણમાં લાવવા પ્રોત્સાહિત કરવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરી છે, જ્યારે એચ. આર. શાહ વિવિધ સામાજિક કાર્યો, સાંસ્કૃતિક, શૈક્ષણિક, સંબંધિત પ્રવૃત્તિઓને સહાય કરે છે.
સ્પેશિયલ એવોર્ડ 15 વર્ષના બહુમુખી પ્રતિભા ધરાવતા ગાયક સ્પર્શ શાહને એનાયત કરવામાં આવ્યો હતો, જે ઓસ્ટિયોજેનેસિસ ઇમ્પરફેકટા રોગથી પીડાય છે.
એનજે લીડરશિપ પ્રોગ્રામના પ્રેસિડન્ટ અને કોફાઉન્ડર અમિત જાનીને ભારતીય-અમેરિકન સમુદાયનું રાજકારણમાં સંકળાવવામાં તેમના માતબર પ્રદાન બદલ સન્માનિત કરાયા હતા. તેમણે ગવર્નર ફીલ મરફીના વહીવટી તંત્રમાં સેવા આપી છે.
પિનાકિન પાઠકને જાહેર સેવામાં તેમના પ્રદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ ઉદ્યોગસાહસિક અને સામુદાયિક ચળવળકર્તા છે અને હિન્દુ-જેવીશ સંગઠન, બીએપીએસ, માર્ચ ઓફ ડાઇમ્સના સભ્ય છે.
પોતાના પ્રવચનમાં ડો. પરીખે સમુદાય માટે અને ભારત માટે વધુ નક્કર કાર્ય કરવાની જરૂરિયાત પર ભાર મૂકવાનું ઉપસ્થિત સમુદાયને જણાવ્યું હતું. તેમણે ગોપિયોને પોતાની નવી ટીવી ચેનલ પર સામુદાયિક કાર્યક્રમો પ્રસારિત કરવાની વિનંતી કરી હતી.
ગોપિયો-સીજેના કોફાઉન્ડર અને રટગર્સ રોબર્ટ વુડ જોહન્સન મેડિકલ સ્કૂલના પ્રોફેસર ડો. રાજીવ મહેતાએ જણાવ્યું હતું કે તેઓ ઘણાં વર્ષોથી ડો. સુધીર પરીખને ઓળખે છે અને સેવા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાના સાક્ષી છે. તેઓ જાણીતા અને સફળ થતાં અગાઉ આ સેવાકાર્ય કરી રહ્યા છે.
આ સમારંભને ભવ્ય સફળતા મળી હતી. ડો. મહેતાએ જણાવ્યું હતું કે 200 નાગરિકોની આશા હતી, પરંતુ 370 નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. એવોર્ડ પુરસ્કર્તાઓ રોલમોડેલ છે અને તેઓની સિદ્ધિઓ બદલ તેમને સન્માનિત કરવામાં આવ્યા છે, જે આપણી નવી પેઢીને આપણા સમુદાય-સમાજમાં પ્રદાન આપવા માટે પ્રેરણારૂપ બનશે.
ગોપિયો-સીજે પાસ્ટ પ્રેસિડન્ટ દિનેશ મિત્તલ ગોપિયો ઇન્ટરનેશનલની ચેપ્ટર વેલિડેશન કમિટીના ચેર છે, તેમણે જણાવ્યું હતું કે ઝડપથી વધતી જતી ભારતીય-અમેરિકન વસતિ સાથે, અમારી પાસે મોટી સંખ્યામાં નોમિનેશન હતાં અને તેમાંથી વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ પસંદગી કરવાની હતી.
અમ્બ્રેલા ગોપિયોના કોફાઉન્ડર થોમસ અબ્રાહમે જણાવ્યું કે હું ગોપિયો ઇન્ટરનેશનલ તરફથી અભિનંદન આપું છું. ગોપિયો ઇન્ટરનેશનલ ગ્લોબલ નેટવર્ક છે, જેના હજારો આજીવન સભ્યો છે અને 35 દેશોમાં 100 ચેપ્ટરો છે. આ ગાલામાં કોકટેલ રિસેપ્શન, એવોર્ડ એનાયત સમારંભ, મનોરંજન, ડિનર અને ડાન્સનો સમાવેશ થતો હતો.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here