ગોડસેની પ્રતિમાની પૂજા કરનારા નેતાને કોંગ્રેસમાં સામેલ કરાયા

 

ભોપાલઃ ગત ચૂંટણીમાં હિન્દુ મહાસભાની ટિકિટ પરથી ચૂંટણી લડીને કાઉન્સિલર તરીકે ચૂંટાયેલા બાબુલાલ ચોરસિયા નામના મધ્યપ્રદેશના નેતા કોંગ્રેસમાં સામેલ થઈ ગયા છે. મધ્યપ્રદેશના પૂર્વ સીએમ કમલનાથે તેમને કોંગ્રેસની સદસ્યતા અપાવી હતી. જોકે તેમના કોંગ્રેસમાં જોડાવાથી પાર્ટીમાં આંતરિક હલચલ મચી ગઈ છે. કારણકે બાબૂલાલ ચોરિસયાએ ૨૦૧૭માં ગ્વાલિયરમાં નાથુરામ ગોડસેની પ્રતિમા લગાવવાના કાર્યક્રમમાં હાજરી આપી હતી અને પ્રતિમાની પૂજા પણ કરી હતી. જોકે કોંગ્રેસમાં જોડાયા બાદ બાબૂલાલના સુર બદલાઈ ગયા છે. તેમણે કહ્યું હતું કે, મને અંધારામા ંરાખીને ગોડસેની પૂજા કરવામાં આવી હતી. છેલ્લા બે વર્ષથી મેં હિન્દુ મહાસભા સાથે છેડો ફાડી નાંખ્યો