ગૃહમંત્રાલયે આપ્યો નિર્દેશઃ આતંકીઓ અમરનાથ યાત્રાના યાત્રિકોને ભયભીત અને પરેશાન કરવા માગે છે…

0
877

કેન્દ્રના ગૃહમંત્રાલયના સૂત્રો દ્વારા એવી માહિતી પ્રાપ્ત થઈ હતી કે, આતંકવાદી આ વખતે અમરનાથના યાત્રિકોને હેરાન- પરેશાન કરવાનું આયોજન કરી રહ્યા છે. તેઓ અમરનાથના  યાત્રિકોમાં ભય પેદા કરવા માગે છે. એમાટે તેઓ એઆઈડી વિસ્ફોટનો સહારો લઈ શકે છે. આતંકીઓઓ સુરક્ષાદળો પર હુમલો કરવાનું કાવતરું કરી રહ્યા છે. સુરક્ષા એજન્સીઓને મળેલી આધારભૂત માહિતી અનુસાર, આગામી 28 જૂનથી શરૂ થઈ રહેલી અમરનાથ યાત્રાના યાત્રાળુઓ પર હુમલો કરવાનું ષડ્યંત્ર આતંકીઓ દ્વારા રચવામાં આવી રહ્યું છે. ગત વરસે પણ આતંકીઓએ અમરનાથ- યાત્રાના યાત્રાળુઓ પર હુમલો કર્યો હતો. ત્યારે આતંકી હુમલામાં કુલ સાત જણાના મૃત્યુ થયાં હતાં.

     આશરે 21 દિવસ સુધી ચાલનારી અમરનાથ યાત્રા શાંતિ અને સલામતીથી પૂર્ણ થાય એ માટે સંરક્ષણ એજન્સીઓ દ્વારા સુરક્ષાનો સઘન  બંદોબસ્ત કરવામાં આવી રહ્યો છે. ઈકોનોમિક ટાઈમ્સમાં પ્રગટ થયેલા અહેવાલ અનુસાર, અમરનાથ યાત્રામાં યાત્રાળુઓની સુરક્ષા અને સલામતીની વ્યવસ્થા બાબત ચર્ચા- વિચારણા કરવા કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહના નિવાસસ્થાને ઉચ્ચસ્તરીય બેઠક યોજવામાં આવી હતી.