ગૃહમંત્રી અમિત શાહની જાહેરાતઃ હવેથી સીએપીએફ કેન્ટિનોમાં માત્ર સ્વદેશી વસ્તુઓએ જ વેચાશે .. 

 

                  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત, હવે ભારતમાં ક્રમશ સ્વદેશી ઉત્પાદનોનું વેચાણ અને ખરીદી વધારવાના પ્રયાસો કરવામાં આવશે. ગૃહપ્રધાન અમિત શાહે આજે એવી ઘોષણા કરી હતી કે, સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સની કેન્ટિનોમાં વિદેશી ચીજ- વસ્તુઓનું વેચાણ બંધ કરવામાં આવશે. જે ચીજ- વસ્તુઓ ભારતમાં ઉત્પાદિત થઈ હોય, જે સ્વદેશમાં બનાવવામાં આવી હોય તે સ્વદેશી વસ્તુઓનું જ વેચાણ સીએપીએફ કેન્ટીનોમાં કરવામાં આવશે. માત્ર સ્વદેશી સામાન જ વેચી શકાશે. દેશભરમાં સીએપીએફની અનેક કેન્ટિનો કાર્યરત છે. દેશભરમાં કુલ 10લાખ સીએપીએફ – કર્મીઓના 50 લાખ જેટલા પરિજનો સ્વદેશી વસ્તુઓનો જ ઉપયોગ કરશે. આગામી 1લી જૂનથી આ નિયમ દેશમાં લાગુ કરવામાં આવશે. ભારતને ધીમે ધીમે આત્મનિર્ભરતાના માર્ગ પરજ ચાલવું પડશે. દેશમાં નવા નવા ઉદ્યોગો શરૂ થાય, દેશના લોકોને રોજગાર – નોકરીઓ ઉપલબ્ધ થાય એ જરૂરી છે. મેક ઈન ઈન્ડિયાની યોજના તો વડાપ્રધાને શરૂ કરી જ હતી. આથી હવે ક્રમશ- ભારતીય- સ્વદેશી વસ્તુઓને વપરાશ થાય તેનું સરકાર ખાસ ધ્યાન રાખી રહી છે.