
ભૂષણ કુમાર તેમના પિતા ગુલશ કુમારના જીવન પર ફિલ્મ બનાવવા માગે છે. જેની સ્ક્રિપ્ટ પણ તૈયાર છે. જેમાં ગુલશન કુમારની ભૂમિકા કરવાની પહેલા આમિર ખાને હા પાડી હતી, પણ હવે તે ફિલ્મમાંથી ખસી ગયો છે.આ ભૂમિકા કરવા માટે સૌપ્રથમ અક્ષયકુમાર પણ તૈયાર હતો, હવે એ પણ કશુંક બહાનું આપીને છટકી ગયો છે. આમિર ખાને આ ભૂમિકા માટે રણબીર કપુરનું નામ સૂચવ્યું હતું. જોકે રણબીર હાલમાં નવી કોઈ ફિલ્મ કમિટ કરવા માગતો નથી. આથી ભૂષણકુમાર કોઈ પ્રતિભાશીલ કલાકારની શોધમાં છે.