ગુલઝારની બાયોગ્રાફી પ્રકાશિત થઈ – મેઘના ગુલઝારે પિતાનું પુસ્તક લોન્ચ કર્યું. …

0
1028
A handout photo of Meghna Gulzar.

નામાંકિત ફિલ્મ -સર્જક, લેખક, નિર્દેશક, સંવાદ-લેખક , ગીતકાર અને કવિ ગુલઝાર છેલ્લા પાંચ દાયકાથી ફિલ્મ ઉદ્યોગમાં યોગદાન આપી રહયા છે. તાજેતરમાં જ તેમની જીવનકથાનું મુંબઈ ખાતે રોયલ ઓપેરાહાઉસના ઓડિટોરિયમમાં મેધના ગુલઝાર દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું. ગુલઝારે પરિચય, કોશિશ, અંગુર , મોસમ, કિનારા , આંધી જેેવી સુંદર કલાત્મક ફિલ્મોનું સર્જન કર્યું હતું. તેમણે 1973માં અભિનેત્રી રાખી સાથે લગ્ન કર્યા હતા અને એક વરસ પછી તેમની પુત્રીના જન્મ બાદ આ દંપતી વિખૂટા પડયા હતા. જો કે તેમણે કાનૂની રીતે તલાક લીધા નહોતા. રાખી અને ગુલઝારે સાથે મળીને પુત્રી મેઘનાની પરવરિશ કરી હતી. છેલ્લા 44 વરસોથી એકમેકથી જુદા રહેતા રાખી અનોે ગુલઝાર વચ્ચે હજીય સંવેદનાનો મધુર તંતુ બંધાયેલો જ રહ્યો છે..