ગુપ્તચર એજન્સીઓને પ્રજાસત્તાક દિન- 26મી જાન્યુઆરીના ઉજવણી પ્રસંગે સંભવિત આતંકી ષડયંત્ર અંગે એલર્ટ મળ્યું છે. 

 

   આગામી ભારતીય ગણતંત્ર દિને ભારતના 75માં ગણતંત્રદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત વિદેશી અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહેવાના છે. પાંચ મધ્ય એશિયાઈ દેશો કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાઝિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના નેતાઓને ગણતંત્રદિવસની ઉજવણીના પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. આ મહાનુભાવોના જીવન જોખમમાં હોવાનું જણાવવામાં આવ્યું હતું. પાકિસ્તાન , અફઘાનિસ્તાન તેમજ પાકિસ્તાનની બહાર સ્થિત જૂથો તરફથી ખતરો હોવાનું જણાવવામાં આવ્યું છે. પ્રાપ્ત અહેવાલોમાં જણાવ્યા અનુસાર, આતંકવાદી સંગઠનોનો ઉદે્શ મોટા મહાનુભાવોને ટાર્ગેટ કરવાનો, સાર્વજનિક મેળાવડા, મહત્વપૂર્ણ સંસ્થાઓ અને ભીડવાળા વિસ્તારોમાં અશાંતિ ફેલાવવાનો છે. ડ્રોનથી હુમલો કરવાનો પણ પ્રયાસ થઈ શકે છે.