ગુજરાત હાઇ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ પદે કુ. સોનિયાબહેન ગોકાણીએ શપથ લીધાં

 

અમદાવાદ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કુમારી સોનિયાબહેન ગિરિધર ગોકાણીને ગુજરાત ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધિપતિ તરીકે શપથ લેવડાવ્યા હતા. રાજભવનમાં આયોજિત શપથવિધિ સમારોહમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ બેલાબહેન ત્રિવેદી, રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના કાયદો-ન્યાય પ્રધાન ઋષિકેશભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. શપથવિધિ સમારોહમાં રાજ્યના મંત્રીમંડળના સભ્યો, ગુજરાત હાઇ કોર્ટના ન્યાયમૂર્તિઓ, વરિષ્ઠ અધિકારીઓ, મહાનુભાવો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.