ગુજરાત હવે ઓલિમ્પિક-કોમનવેલ્થ ગેમ્સ માટે સજ્જ

 

 

અમદાવાદ: શહેર સ્પોટર્સ સિટી બનવા તરફ અગ્રેસર જોવા મળી રહ્યું છે. કેન્દ્ર સરકારની સીધી દેખરેખ હેઠળ અને રાજય સરકારના માર્ગદર્શન હેઠળ અમદાવાદમાં રાજય સરકારના માર્ગદર્શન હેઠળ અમદાવાદમાં એક પછી એક આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બની રહ્યા છે. પશ્ર્ચિમ વિસ્તારમાં એમા પણ સાઉથ બોપલ સહિત આસપાસના નવા વિસ્તારને ધ્યાન પર રાખી આ સ્પોર્ટસ કોમ્પલેક્ષ બનવા જઇ રહ્યું છે. સ્પોર્ટસ સાથે જોડાયેલ લોકો માટે પ્રેક્ટીસ કરવા અને નવા એથ્લિટ તૈયાર કરવા આ મેદાન ઉપયોગી સાબિત થશે.

મળતી માહિતી પ્રમાણે, ખ્પ્ઘ્ બાદ હવે ઔડા દ્વારા પણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બની રહ્યું છે. જેમ ૪૦૦ મીટર લંબાઇ વાળો રનિંગ ટ્રેક હશે. જેમા એથલેટિક રમત રમાશે. રૂ. ૯.૬ કરોડના ખર્ચ તૈયાર થનાર સ્પોર્ટસ કોમ્પલેક્ષનું ઔડા નિર્માણ કરી રહ્યું છે. પશ્ર્ચિમ વિસ્તારમાં એમા પણ સાઉથ બોપલ સહિત આસપાસના નવા વિસ્તારને ધ્યાન પર રાખી આ સ્પોર્ટસ કોમ્પલેક્ષ બનવા જઇ રહ્યું છે. 

ઔડા દ્વારા ગોધાવી-મણિપુરમાં એક સ્પોટર્સ કોમ્પલેક્ષ બનવા જઈ રહ્યું છે, આ સિવાય આંતરરાષ્ટ્રીય કક્ષાનો રનિગ ટ્રેક પણ બનશે. જેમાં ૨ કબડ્ડી કોર્ટ, ૨ બાસ્કેટ બોલ કોર્ટ, ફુટબોલ કોર્ટ, હાઇ જમ્પ, લોન્ચ જમ્પ, તથા ૫૦૦ માણસ બેસવાની ક્ષમતા હશે. રૂપિયા ૯.૬ કરોડના ખર્ચે સ્પોર્ટસ કોમ્પલેક્ષ તૈયાર થઇ રહ્યું છે. જૂલાઇ મહિનાના અંત સુધીમાં સ્પોર્ટસ કોમ્પલેશ તૈયાર થશે. જેના કારણે શહેરના નવા જોડાયેલ વિસ્તારને લાભ મળશે. જાણવા મળી રહ્યું છે કે, આગામી ઓલ્મિપિક ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સ અંતર્ગત આયોજન થઈ રહ્યું છે.