ગુજરાત સાહિત્ય અકાદમી, ડો. આંબેડકર ઓપન યુનિ. દ્વારા સુરેશ જોશી એકેડેમિક ચેરની સ્થાપના

 

ગાંધીનગરઃ ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે સુરેશ જોશી ‘એકેડેમિક ચેર’ની સ્થાપનાનો ઉદઘાટન કાર્યક્રમ યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડો. અમી ઉપાધ્યાય, અકાદમીના અધ્યક્ષ વિષ્ણુ પંડ્યા, સુરેશ જોશીના દિકરા પ્રણવભાઈ જોશી, ડો. માલા કાપડિયા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતાં.

કાર્યક્રમમાં પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા સંપાદિત પુસ્તક ‘સુરેશ જોશીઃ અપ્રકાશિત લેખો, પત્રો અને મુલાકાતો’નું વિમોચન કરવામાં આવ્યું હતું. અકાદમી દ્વારા સુરેશ જોશી પર તૈયાર કરાયેલ દસ્તાવેજી ફિલ્મ અસ્મદિયમ’નું વિમોચન પણ આ પ્રસંગે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ડો. યોગેન્દ્ર પારેખ, ડો. ભાવિન ત્રિવેદી, ડો. જયેન્દ્રસિંહ જાદવે પ્રાસંગિક ઉદબોધન અને આભારદર્શન કર્યું હતું