ગુજરાત સાહિત્ય અકાદમી આયોજિત રક્ષા શુક્લના ‘વનિતાવિશેષ’નો વિમોચન સમારોહ

 

અમદાવાદઃ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વિશ્વ મહિલાદિનની પૂર્વસંધ્યાએ ઠાકોરભાઈ દેસાઈ હોલ, અમદાવાદ સ્થિત ‘વનિતાવિશેષ’ કાર્યક્રમનું આયોજન થયું હતું. જેમાં સુપ્રસિદ્ધ કવયિત્રી રક્ષા શુકલના ‘વનિતાવિશેષ’ પુસ્તકનું લોકાર્પણ અધ્યક્ષ પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાના વરદ્ હસ્તે થયું. જેમાં ગુજરાતના જાણીતા વક્તાઓએ વિમેન એમ્પાવરમેન્ટ વિશે વક્તવ્ય આપ્યું હતું. અતિથિવિશેષ તરીકે શિક્ષણ વિભાગના અગ્રસચિવ અંજુ શર્મા અને ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડો. હિમ્મત ભાલોડિયા ઉપસ્થિત રહ્યા હતા.

સર્વશ્રી ય્થ્ દેવકી, ડો. રંજના હરીશ, રાધા મહેતા, રક્ષા શુક્લ ઇત્યાદિએ મનનીય વક્તવ્ય આપ્યું હતું. ડો. કૃતિ મેઘનાથીએ ગાન કર્યું હતું. સંચાલન માર્ગી હાથી અને સંકલન હરદ્વાર ગોસ્વામીએ કર્યું હતું