ગુજરાત સાહિત્ય અકાદમીનું મધુ રાયને એક લાખનું ગૌરવ સન્માન

 

અમદાવાદઃ ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાતી સહિત વિવિધ ભાષામાં દર વર્ષે એક લાખનું સાહિત્ય ગૌરવ સન્માન આપે છે. ૨૦૨૦ના વર્ષનું ગુજરાતી સાહિત્યમાં મહત્ત્વના પ્રદાન માટે જાણીતા વાર્તાકાર, નાટ્યકાર અને આંતરરાષ્ટ્રીય સ્તરે લેખન કાર્યમાં પ્રવુત્ત મધુ રાયને ગૌરવ સન્માન જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના જામખંભાળિયામાં જન્મેલા મધુસુધન ઠાકર (મધુ રાય)ની સાહિત્યિક પ્રવિત્તિનો વિકાસ કોલકત્તામાં થયો અને ત્યાર પછી એમણે વિદેશ વાસ સ્વીકાર્યો છે. નાટક, વાર્તા, નિબંધ, ફિલ્મ અને સિરિયલ ક્ષેત્રે તેમનું નામ અત્યંત જાણીતું છે. અગાઉ તેમણે એક સાપ્તાહિકનું સંપાદન કર્યું હતું અને હવે મમતા વાર્તા માસિક ચલાવે છે. નાટ્ય ક્ષેત્રે તેમના પ્રયોગો અત્યંત જાણીતા બન્યા હતા. કેતન મહેતા અને અન્ય નિર્માતાઓએ તેમની વાર્તા, નવલકથા પરથી ફિલ્મ અને સિરિયલ બનાવી હતી. 

અન્ય ભાષામાં આપાયેલા પરિતોષિકો. યુવા ગૌરવ પુરસ્કાર-૨૦૧૯ (ગુજરાતી) પ્રશાંત પટેલ, યુવા ગૌરવ પુરસ્કાર-૨૦૨૦ (ગુજરાતી) રીંકુ રાઠોડ, યુવા ગૌરવ પુરસ્કાર-૨૦૧૯ (સંસ્કૃત) રાજવી ઓઝા, વેદ-શાસ્ત્ર પંડિત સન્માન-૨૦૨૦ (સંસ્કૃત) ગોવિન્દભાઈ એન. ત્રિવેદી-(ઋગ્વેદ), ડો. જયદેવ અરુણોદય જાની (શુક્લ યજુર્વેદ), સંસ્કૃત કુટુંબ સન્માન-૨૦૨૦ (સંસ્કૃત) પ્રિયંકા દ્વિવેદી, અમદાવાદ.