ગુજરાત સરકાર લવ- જેહાદ મામલે કડક કાયદો લાવે એવી સંભાવના …

0
676
Reuters

 

        ગુજરાત સરકારે લવ- જેહાદના મામલે કડક કાયદે રજૂ કરવાનું નક્કી કરી લીધું છે. હાલમાં રાજ્યમાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. બજેટ સત્રના અંતિમ દિવસે રાજ્ય સરકાર લવ જેહાદ સંબંધિત બિલ રજૂ કરે એવી શક્યતા છે. સત્તાવાર સમાચાર સૂત્રોના જણાવ્યા અનુસાર, લવ જેહાદ બિલમાં આરોપી સામે પાંચ વર્ષની કેદ અને રૂપિયા બે લાખ જેટલા દંડની સજાની જોગવાઈ કરવામાં આવશે. આ સિવાય અનુસૂચિત જાતિ- અનુસૂચિત જનજાતિની મહિલા સાથે બનેલા ગુનામાં 7 વરસની કેદ અને 3 લાખ રૂપિયાથી ઓછો નહિ- એવી દંડની જોગવાઈ કરવામાં આવશે. ગુજરાતમાં ધર્મ- સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021 ના નામે વિધાનસભાના ગૃહમાં બિલ રજૂ કરવામાં આવશે 

       સરકાર ધર્મ- સ્વાતંત્ર્ય અધિનિયમ 2003માં સુધારા કરીને પ્રલોભન, બળજબરી, ગેરરજૂઆત, અથવા બીજા કોઈ કપટયુકત સાધન દ્વારા ધર્મનું પરિવર્તન કરાવવામાં આવ્યું હોવાનું સાબિત થશે તો એવા કિસ્સામાં દંડ તેમજ સજાની જોગવાઈ વધુ આકરી રાખવામાં આવશે.