ગુજરાત સરકારે સૈનિક સંગઠનની પાંચ માંગણીઓ સ્વીકારી

Indian Army soldiers participate in a war exercise during a two-day "Know Your Army" exhibition in Ahmedabad, India, August 19, 2016. REUTERS/Amit Dave

 

ગાંધીનગર: રાજ્ય સરકારે ૧૪ માંગણીઓ સાથે આંદોલન પર ઉતરેલા માજી સૈનિકોના સંગઠનની પાંચ માંગણીઓ સ્વીકાર્ય રાખી છે. ઉલ્લેખનીય છે કે, માજી સૈનિકો છેલ્લા ઘણાં સમયથી પડતર માંગણીઓ મામલે રજૂઆત કરી રહ્યા હતા. આખરે માજી સૈનિકો અને તેમના સમર્થકો સફેદ કપડામાં સહપરિવાર ગાંધી નગર પહોંચ્યા હતા અને મોટા પાયે આંદોલનના મંડાણ કર્યા હતા, ત્યારબાદ રાજ્ય સરકારે તેમની પાંચ માંગણીઓ માન્ય રાખી છે. મોટી સંખ્યામાં માજી સૈનિકો હાથમાં તિરંગા સાથે ગાંધીનગર સચિવાલયમાં એકઠા થયા હતા.

પાંચ માંગણીઓનો સ્વીકાર, શહીદ જવાનના પરિવારને ‚પિયા એક કરોડની સહાય આપવી, શહીદ જવાનાના બાળકોને ‚પિયા પાંચ હજાર શિક્ષણ સહાય આપવી, શહીદ જવાનના માતા-પિતાને માસિક ‚પિયા પાંચ હજારની સહાય આપવી, અપંગ જવાનના કિસ્સામાં ૨.૫ લાખની આર્થિક સહાય અથવા મહિને પાંચ હજારની સહાય આપવી, અપરણિત શહીદ જવાનના કિસ્સામાં માતા-પિતાને ‚પિયા પાંચ લાખની સહાય આપવી. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના શહીદ જવાનોના આશ્રિતોને સરકાર દ્વારા મુખ્યમંત્રી જવાન રાહત ભંડોળમાંથી જે વિવિધ સહાયો ચુકવવામાં આવે છે તેની રકમમાં માતબર વધારો કરવાનો નિર્ણય લીધો છે. ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ મુખ્યમંત્રીએ કરેલા આ નિર્ણયની વિગતો આપતા  જણાવ્યું હતું કે, શહીદ થનારા જવાનોના કુટુંબીજનોને આ રાહત અને ગેલેન્ટરી એવોર્ડમાં વધારા સિવાય બાકીની અન્ય માંગણી અંગે એક ઉચ્ચ કક્ષાની સચિવોની કમિટિ વિચારણા કરશે અને તેનો અહેવાલ રાજ્ય સરકારને આપશે તેવા આદેશો કરવામાં આવ્યા છે. પ્રસંગોપાત હાલ માજી સૈનિકોને રાજ્ય સરકારની નોકરીઓમાં જે અનામત આપવામાં આવે છે તે મુજબ વર્ગ-૧ અને ૨ માટે ૧ ટકા, વર્ગ-૩ માટે ૧૦ ટકા અને વર્ગ-૪ માટે ૨૦ ટકા અપાય છે. જમીનની માંગણીને સંબંધ છે ત્યાં સુધી માજી સૈનિકોને તેમના કુટુંબનો જીવન નિર્વાહ ચલાવી શકે તે માટે ૧૬ એકર જમીન સાંથણીથી આપવામાં આવે છે તેની વિગતો પણ ગૃહ રાજય મંત્રીએ આપી હતી. 

૧૪ પડતર માંગણીઓ શહીદ સૈનિકના પરિવારને રાજ્ય સરકાર દ્વારા એક કરોડની સહાય, શહીદ સૈનિકના દીકરા અથવા પરિવારના સભ્યને સરકારી નોકરી, શહીદના પરિવારને રાજ્ય સરકાર તરફથી પેન્શન, ગાંધીનગરમાં  રાજ્ય લેવલનું શહીદ સ્મારક, શહીદ સ્મારકમાં માજી સૈનિકો માટે આરામ ગૃહની વ્યવસ્થા, વર્ગ-૧ અને વર્ગ-૪ સુધીની નિમણૂંક વખતે માજી સૈનિકોને અપાતા અનામતનો ચુસ્ત અમલ, માજી સૈનિકને પરિવારના જીવનનિર્વાહ માટે ખેતીની જમીન આપવાના નિયમનો ચુસ્ત અમલ, રહેણાંક માટે પ્લોટની ફાળવણીના નિયમનો ચુસ્ત અમલ, દા‚ માટે ભારતીય સેનાએ આપેલી પરમિટ માન્ય રાખવાની જોગવાઈ, કોન્ટ્રાક્ટ પદ્ધતિ રદ્દ કરીને સરકાર દ્વારા સીધી માજી સૈનિકની નિમણૂંકની જોગવાઈ, હથિયાર લાયસન્સ રિન્યુ કરવા અને નવા લાયસન્સ લેવા તાત્કાલિક કાર્યવાહી, માજી સૈનિકના સામાજિક પ્રશ્ર્નને અગ્રતા આપી તાત્કાલિક નિરાકરણ, નોકરીનો સમય ગાળો પુન: નોકરીમાં સળંગ ગણી પગાર રક્ષણ, ગુજરાત સરકારી સેવામાં ૫ વર્ષ ફિક્સ પગાર પ્રથા નાબૂદી, સરકારી નોકરીમાં રહેઠાણ નજીક નિમણૂક, ઉચ્ચ અભ્યાસમાં માજી સૈનિકના બાળકોને અનામત, માજી સૈનિકના બાળકોના અભ્યાસનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકારે ઉઠાવવો, માજી સૈનિકને વ્યવસાય વેરામાંથી મુક્તિ આપવી.