ગુજરાત સરકારનો મોટો નિર્ણયઃ રાજ્યમાં ધો.૧૦-૧૨ની પરીક્ષાઓ સ્થગિત, ધો ૧થી ૯ અને ૧૧ના વિદ્યાર્થીઓને અપાશે માસ પ્રમોશન

Group of Asian Students studying in college.

 

ગાંધીનગરઃ ગુજરાતમાં વધતા કોરોનાના કેસને લઈને રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય લેતાં ધોરણ ૧૦ અને ૧૨માં લેવાનારી પરિક્ષાઓ સ્થગિત કરી છે. આ ઉપરાંત ધોરણ ૧થી ૯ અને ધોરણ ૧૧ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય રાજ્યના શિક્ષણ વિભાગે લીધો છે. બુધવારના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી શિક્ષણ વિભાગ સાથે વાત કર્યા પછીથી સીબીએસઈ બોર્ડની ધોરણ ૧૦ની પરીક્ષા રદ કરી હતી, તો ૧૨ ધોરણની પરીક્ષાઓ મોકૂફ રાખી હતી. ગુજરાતમાં કોરોના મહામારીને લઈને હાઈકોર્ટે પણ રાજ્ય સરકારને ફિટકાર લગાવી છે. ત્યારે આજે ગુજરાતમાં શિક્ષણ વિભાગે મહત્ત્વનો નિર્ણય લેતાં રાજ્યમાં ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાઓ સ્થિગત કરવામાં આવી છે. હાલની રાજ્યની પરિસ્થિતિ જોતાં વિદ્યાર્થીઓમાં સંક્રમણ ના ફેલાય તે માટે રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાઓ માટે આગામી સમયની સમીક્ષા કરીને પછીથી નવી તારીખો જાહેર કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here