ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, જમીન ખરીદીના નિયમોમાં મોટો બદલાવ

 

ગાંધીનગરઃ જમીન માલિકી અંગે રાજ્ય સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો છે કે, ખેડૂત ન હોય તો પણ વ્યક્તિ જમીનની ખરીદી કરી શકશે. ગુજરાત રાજ્યમાં હવે કૃષિ યુનિવર્સિટી, પશુપાલન, મેડિકલ સહિતની શિક્ષણ હેતુસર ખેતીની જમીન ખરીદવા માટે જિલ્લા કલેકટરની પૂર્વ મંજૂરી જરૂરી નહિ રહે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલી કેબિનેટ બેઠકમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. 

શૈક્ષણિક હેતુ માટે ખરીદાયેલી જમીન બાદ એક મહિનાની અંદર કલેકટરને જાણ કરવી પડશે. રાજ્ય સરકારે ગણોતધારામાં સુધારો કર્યો છે. આ અગાઉ જમીન ખરીદવા માટે બિનખેતી ખેડૂત સંસ્થાઓ કે વ્યક્તિઓએ જિલ્લા કલેક્ટરની પૂર્વમંજૂરી લેવી પડતી હતી તેના કારણે વિલંબ થતો હતો. ખેતી વિષયક જમીન અગાઉ ખેડૂત ખાતેદાર જ ખરીદી શકતા હતા, પણ નવા સુધારા બાદ હવે શૈક્ષણિક હેતુ માટે કોઈપણ વ્યક્તિ જમીનની ખરીદી કરી શકશે. 

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બુધવારે મળેલી બેઠકમાં ગણોત કાયદાઓની જોગવાઇઓમાં સુધારા કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ મહત્ત્વપૂર્ણ નિર્ણયને પરિણામે રાજ્યમાં કૃષિ, પશુપાલન, શિક્ષણ, આરોગ્ય ક્ષેત્રે વિકાસની વ્યાપક તકો ખુલશે. એટલું જ નહિ રાજ્યમાં વધુ ઔદ્યોગિક મૂડી રોકાણો પણ આકર્ષિત કરી શકાશે. રાજ્ય મંત્રીમંડળના આ નિર્ણય મુજબ સમગ્ર રાજ્યમાં હવે, કૃષિ યુનિવર્સિટી, પશુપાલન યુનિવર્સિટી, મેડિકલ કોલેજ, ઇજનેરી કોલેજ કે અન્ય શૈક્ષણિક હેતુસર ખેતીની જમીન ખરીદવા માટે જિલ્લા કલેકટરની પૂર્વ પરવાનગી કે મંજૂરી નહિ લેવી પડે. આવી જમીનની ખરીદી કર્યા બાદ એક મહિનામાં જિલ્લા કલેકટરને જાણ કરી બોનાફાઇડ ઇન્ડસ્ટ્રીયલ પર્પઝની જેમ જ જરૂરી પ્રમાણપત્રો મેળવીને નિયત સમયમાં પ્રોજેકટ કામગીરી શરૂ કરી શકાશે.

ભૂતકાળમાં આવી જમીન ખરીદી માટે બિન ખેડૂત સંસ્થાઓ કે વ્યક્તિઓએ જિલ્લા કલેક્ટર પાસે મંજૂરી મેળવવાનું આવશ્યક હતું. જેને પરિણામે લાંબા સમય સુધી ટાઇટલ ક્લિયરન્સ, ઈન્સ્પેક્શન વગેરેમાં જતો સમય અને પ્રોજેકટ શરૂ કરવામાં વિલંબ આવતો હતો. ત્યારે આ સમસ્યાઓનો હવે અંત આવ્યો છે. રાજ્યમાં બોનાફાઇડ ઇન્ડસ્ટ્રીયલ પર્પઝ માટે જો જમીન ખરીદી હોય પરંતુ ઔદ્યોગિક હેતુનો ઉપયોગ શકય ન હોય તેવા કિસ્સામાં ઞ્ઝ઼ઘ્ય્ની જોગવાઇઓ મુજબ ઉદ્યોગ સિવાયના અન્ય હેતુ માટે પણ જમીન વેચી શકાશે. આવી જમીનોના કિસ્સામાં કંપનીના મર્જર, જોઇન્ટ વેન્ચર, એમાલગ્મેશન કે પોતાની જ પેટા કંપની, ગ્રુપ કંપની અથવા સહયોગી કંપનીને તબદીલ કરાયેલ જમીન વેચાણ ગણવામાં આવશે નહિ. આ વ્યવહારોમાં જંત્રીની માત્ર ૧૦ ટકા કિંમત-પ્રિમીયમ ભરીને તબદીલ થઇ શકશે.

ડેટ રીકવરી-દેવા વસુલી, ફ્ઘ્ન્વ્, લીકવીડેટર કે નાણાંકીય સંસ્થાઓ મારફતે થતી હરાજીમાં આવી જમીનો ખરીદનારે હરાજી હુકમના ૬૦ દિવસમાં જંત્રીના ફકત ૧૦ ટકા પ્રિમીયમ ભરવાનું રહેશે. ઉદ્યોગ સાહસિકો દ્વારા ખરીદવામાં આવેલી ખેતીની જમીનોના પ્રશ્નોનું નિવારણ થતાં પડતર રહેલી જમીનોનો કાર્યક્ષમ ઉપયોગ શક્ય બનશે, તેમજ વિકાસની નવી તકો-રોજગારીની નવી દિશા મળશે. એટલું જ નહિ, કૃષિ, પશુપાલન, શિક્ષણ સહિત મેડિકલ, ઇજનેરી શિક્ષણ-આરોગ્ય ક્ષેત્રમાં પણ વિકાસની નવી ક્ષિતીજો ખૂલશે. (ગુજરાત ટાઇમ્સ સંકલન)

૦૦૦

રાજ્યના પાંચ મોટા શહેરોમાં ૭૦ માળની બિલ્ડીંગો બનશેઃ મુખ્ય મંત્રી વિજય રૂપાણી

ગાંધીનગરઃ રાજ્યનાં વિકાસને જેવી રીતે વેગ મળ્યો છે તેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ યોગદાન મહત્ત્વનું છે અગાઉ જ તેમણે મુખ્યમંત્રી પદે રહીને ૪ વર્ષ સંપૂર્ણ કર્યા છે અને સાથે તેઓએ રાજ્યનાં વિકાસ કામો માટે ૧૦૬૫ કરોડની સહાય વિતરણ કર્યુ હતું. હવે રાજ્ય સરકાર શહેરનાં પાંચ શહેરોને વિશ્વસ્તરે જોઈ રહ્યા છે અને સિંગાપોર અને દુબઈની ગગનચૂંબી ઈમારતો અને તેવા પ્રકારનાં સ્ટ્રકચર્સના બાંધકામ માટે પરવાનગી આપશે. અગાઉ જ રાજ્ય સરકારે નાના-મોટા શહેરોને સહાય પૂરી પાડી હતી. જેમાં અમદાવાદને ૩૨૫ કરોડ, સુરતને ૨૬૫ કરોડ, વડોદરાને ૯૯ કરોડ, રાજકોટને ૭૮ કરોડ, ભાવનગરને ૩૬ કરોડ અને ગાંધીનગરને ૧૮ કરોડની સહાય કરી હતી.

રાજ્ય સરકારનાં આવા નિર્ણયોથી જમીનોનાં ભાવમાં ઘટાડો થશે. રાજ્યમાં સિંગાપોર અને દુબઈમાં જેવી રીતે વિશાળકાય બિલ્ડિંગો, જૂદા-જૂદા આકર્ષક સ્ટ્રકચર્સ તૈયાર કરવા માટે રાજ્ય સરકારે મન બનાવ્યું છે અને તે સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા અને પાટનગર ગાંધીનગરમાં ગગનચૂંબી બિલ્ડીંગો બનાવવા માટે કાર્યવાહી હાથ ધરી છે. આપને જણાવી દઈએ કે રાજ્યમાં સિંગાપોર અને દુબઈ જેવા ૬૦-૭૦ માળની વિશાળકાય ઈમારતો તૈયાર થશે ત્યારે દેશમાં પણ તેની ચર્ચા થશે. હાલ રાજ્યમાં ૨૦ થી ૨૫ માળ સુધીનાં બિલ્ડિંગો છે. રાજ્યનાં પાંચ શહેરોને સ્કાય સ્ક્રેપર્સ, ગગનચૂંબી ઇમારતો અને આઈકોનિક સ્ટ્રકચર્સનાં બાંધકામને વહેલીતકે પરવાનગી મળશે.

રાજ્યમાં પણ હવે ૭૦ માળ જેટલા ગગનચૂંબી ઈમારતો જોવા મળશે, પરંતુ તેના માટે સ્પેશિયલ ટેક્નિકલ ટીમની રચના કરવામાં આવશે જે બિલ્ડીંગ્સની ચકાસણી કરશે. જે મંડળ દ્વારા બિલ્ડીંગ બનાવવા માટે ભલામણ કરશે તે માટે આ ટીમ ચકાસણી કરીને મંજૂરી આપશે. સામાન્ય રીતે ટૂંકમાં કહીએ તો તૈયાર થનાર તમામ ગગનચૂંબી ઈમારતો અત્યાધુનિક હશે તથા તમામ સુવિધાઓ સાથે હશે અને સાથે રોજગારીની તકોમાં પણ એટલો જ વધારો થશે. 

આ માટે રાજ્ય સરકારે કેટલાંક નિયમો મંજૂર કર્યા છે અને જોગવાઈઓ રખાઈ છે જેમાં ૧૦૦ મીટરથી વધુ ઈમારત ઊંચી હશે તો, બિલ્ડીંગની લઘુત્તમ પહોળાઈ અને ઉંચાઈ ૧ઃ૯ તથા ઝ઼૧ કેટેગરીમાં પાંચ મહાનગરોમાં લાગુ થશે. જોઈ ઈમારની ઊંચાઈ ૧૦૦થી ૧૫૦ મીટર હશે તો પ્લોટની સાઈઝ ૨૫૦૦ ચોરસ મીટર હશે અને જો ૧૫૦ મીટરથી વધુ હશે તો પ્લોટની સાઈઝ ૩૫૦૦ ચોરસ મીટર રહેશે. આ માટે વિન્ડ ટનલ ટેસ્ટ ફરજીયાત રહેશે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here